મશહૂર એક્ટર, કોમેડિયન, ડાયરેક્ટર અને રાઇટર સતીશ કૌશિક હવે આપણી વચ્ચે નથી રહ્યા. અભિનેતાએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક લાંબો સમય વીતાવ્યો. તેમણે મૌસમ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે તરીકે કરિયરની શરૂઆત કરી. તે એક્ટર પણ હતા અને પ્રોડ્યુસર પણ. તેમણે પોતાની કોમેડીથી લાખો-કરોડો લોકોનું દિલ જીત્યુ હતુ. બધાના ચહેરા પર મુસ્કાન લાવનાર સતીશ કૌશિક આજે બધાને રડાવીને ચાલ્યા ગયા.
તેમની મોતે બધાને ઝકઝોર કરી દીધા છે. કોઇને પણ વિશ્વાસ નથી થઇ રહ્યો કે તે હવે આ દુનિયામાં નથી રહ્યા. અચાનક તેમના નિધનની ખબર આવતા જ સેલેબ્સ અને ચાહકોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ. સતીશ કૌશિકે બોલિવુડમાં ત્રણ દાયકા વિતાવ્યા. તેમણે પૂરી શિદ્દત સાથે કામ કર્યુ પછી તે એક્ટિંગ હોય કે ફિલ્મ ડિરેક્ટ કરવી. આ જ કારણ છે કે તેમણે તેમની કાબિલિયતના દમ પર કરોડો રૂપિયાની સંપત્તિ પણ ઊભી કરી દીધી છે.
એવું કહેવામાં આવે છે કે તેમની કુલ નેટવર્થ 40 કરોડ રૂપિયા હતી. સતીશ કૌશિકે બોલિવુડમાં સારા મિત્રો પણ કમાવ્યા હતા. અનુપમ ખેર અને અનિલ કપૂર તેમના જિગરી યાર હતા. ત્રણેય એકબીજા પર જીવ છિડકતા હતા. દરેક મુશ્કેલ કદમ પર એકબીજાનો સાથ આપતા હતા. તેઓ ઘણી ફિલ્મોમાં સાથે પણ નજર આવ્યા છે. ઉંમરના આ પડાવમાં પણ સતીશ કૌશિક ફિટનેસનું પૂરુ ઘ્યાન રાખતા હતા, તેઓ જીમમાં વર્કઆઉટ પણ કરતા હતા. હાલમાં જ સતીશ કૌશિક હોળીનો તહેવાર મનાવવા દિલ્લી પહોંચ્યા હતા.
ત્યાં તેમની તબિયત બગડી અને તેમને ગુરુગ્રામના ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમને બચાવવાની ઘણી કોશિશ કરી પણ તેઓ બચી ન શક્યા. એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે આજે પોસ્ટમોર્ટમ બાદ એક્ટરના પાર્થિવ દેહને મુંબઇ લાવવામાં આવશે અને 3 વાગ્યા સુધી મુંબઇ પહોંચી જશે, અને તે બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જણાવી દઇએ કે તેઓ કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ ઇમરજન્સીમાં નજર આવવાના હતા. કેટલાક સમય પહેલાજ ફર્સ્ટ લુક રીલિઝ કરવામાં આવ્યો હતો.