સતીશ કૌશિકની અંતિમ યાત્રામાં પરિવાર અને સેલેબ્રિટીઓનું હૈફાટ રુદન આવ્યું સામે, નજારો જોઈને સૌ કોઈની આંખો આંસુઓથી છલકાઈ

ભાઈજાન સલમાન ખાન પણ આવ્યો, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા બધા, જુઓ આ ફોટાઓ

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકે 66 વર્ષની વયે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયું હોવાનું હાલ સામે આવ્યું છે. ત્યારે તેમના નિધનની ખબર બાદ દેશભરમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. તેમના નિધનથી ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પણ પડ્યો છે અને કલાકારો સાથે ફિલ્મ નિર્મતાઓ પણ આઘાતમાં છે.

સતીશ કૌશિક એક એવા કલાકાર હતા જે પોતે પણ હસતા અને લોકોને પણ હસાવતા હતા. તેમણે પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા હતા. સદાય હસાવતા સતીશ આખા દેશની આંખોમાં આંસુઓ છોડીને ચાલ્યા ગયા છે. ત્યારે ગતરોજ તેમના અંતિમ સંસ્કાર મુંબઈના વર્સોવામાં આવેલા સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા. અભિનેતાને અંતિમ વિદાય આપવા માટે જાણે આખું બૉલીવુડ ઉમટી પડ્યું હોય તેમ મોટા મોટા દિગ્ગજ કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ભીની આંખોએ શ્રધાંજલિ આપી હતી.

સતીશ કૌશિકને દિલ્હીથી મુંબઈ એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને અહીં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સતીશ કૌશિકના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે બોલિવૂડના તમામ સેલેબ્સ પહોંચ્યા હતા. આ દરમિયાન અહીં હાજર દરેકની આંખોમાં માત્ર અને માત્ર આંસુ જ દેખાતા હતા.

સતીશ કૌશિકના નજીકના મિત્ર અનુપમ ખેર તેના મિત્રના પાર્થિવ દેહને એકીટશે નિહાળી રહ્યા હતા. આ દરમિયાન અનુપમ ખેર પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને ધ્રુસકે ધ્રુસકે રડવા પણ લાગ્યા હતા. આ સાથે જ સતીશ કૌશિકના અંતિમ સંસ્કાર સમયે તેમના પરિવારના સભ્યોના હૈયાફાટ રુદનની તસવીરો સોશિયલ મીડિયા પર બધાને રડાવી રહી છે.

સતીશ કૌશિકનો પાર્થિવ દેહને ગુડગાંવની ફોર્ટિસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં પોસ્ટમોર્ટમ બાદ ગત રોજ બપોરે તેમના પાર્થિવ દેહને મુંબઈ ખાતે તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. જાવેદ અખ્તર, સલમાન ખાનથી લઈને અનુપમ ખેર અને રણબીર કપૂર સુધીના તમામ સ્ટાર્સ સતીશ કૌશિકની અંતિમ દર્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સતીશ કૌશિક ગુડગાંવમાં એક ફાર્મહાઉસમાં ગયા હતા. ફાર્મહાઉસથી પરત ફરતી વખતે કારમાં જ સતીશ કૌશિકને હાર્ટ એટેક આવ્યો અને ત્યારબાદ તેમને ગુડગાંવની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સતીશ કૌશિકે પોતાના જીવનમાં ઘણા દુઃખો અને તકલીફોનો પણ સામનો કર્યો છે.

તેમના દીકરાનું ફક્ત 2 વર્ષની ઉંમરમાં જ નિધન થયું હતું. જેના બાદ તે ખુબ જ ખરાબ રીતે તૂટી પણ ગયા હતા. દીકરાના નિધનના 16 વર્ષ બાદ તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. તેમની દીકરીનો જન્મ સેરોગેસી દ્વારા થયો હતો. દીકરીના જન્મ સમયે સતીશની ઉંમર 56 વર્ષની હતી.  પિતા બન્યાના 10 વર્ષ બાદ સતીશ કૌશિકનું અવસાન થયું. આવી સ્થિતિમાં તેમની પત્ની અને દીકરી પણ ઊંડા આઘાતમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Niraj Patel