સતીશ કૌશિકનો પાર્થિવ દેહ થયો પંચતત્વમાં વિલીન, અંતિમ યાત્રામાં ધ્રુસકે ધ્રુસકે રડ્યા અનુપમ ખેર, સેલિબ્રિટીઓએ ભીની આંખે આપી શ્રધાંજલિ…જુઓ વીડિયો

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકનું ગતરોજ વહેલી સવારે નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર સાંભળીને ચાહકોને પણ આઘાત લાગ્યો. સિને જગતના આ અદ્દભુત ફિલ્મ સર્જક અને અભિનેતાની વિદાયથી ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

સતીશ કૌશિકના નિધનની માહિતી તેમના ખાસ મિત્ર અને બોલિવૂડ સુપરસ્ટાર અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર આપી હતી. ત્યારે ગતરોજ સતીશ કૌશિકની અંતિમ યાત્રા યોજાઈ અને તેમનો પાર્થિવ દેહ પંચતત્વોમાં વિલીન થઇ ગયો.

આ દરમિયાન અનુપમ ખેર સતીશ કૌશિકની અંતિમ વિદાય પર રડતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે અનુપમ ખેરનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અભિનેતા સતીશ કૌશિકના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે એમ્બ્યુલન્સમાં મુંબઈના વર્સોવા શમશાન ઘાટ પર લઈ જવામાં આવ્યો.

જ્યાં સતીશ કૌશિક પંચતત્વોમાં ભળી ગયા. આ પહેલા સતીશ કૌશિકની અંતિમ વિદાય પ્રસંગે અનુપમ ખેર એમ્બ્યુલન્સમાં પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે સતીશ કૌશિકના નિધનથી અનુપમ ખેર તૂટી ગયા છે અને અનુપમ પોતાના મિત્રના નિધનના શોકમાં ધ્રૂસકે ધ્રૂસકે રડતા જોવા મળે છે. અનુપમ ખેરનો આ વીડિયો જોયા પછી ચોક્કસ તમે પણ ભાવુક થઈ જશો.

સતીશ કૌશિકના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા. તેમને ભીની આંખો સાથે વિદાય આપવામાં આવી. ઘણા કલાકારો તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. આ ઉપરાંત તેમના નિધનથી ઘણા ચાહકો પણ આઘાતમાં જોવા મળ્યા હતા. સતીશ કૌશિકના વર્સોવાના સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પરિવાર અને સમગ્ર બોલિવૂડે તેમને અંતિમ વિદાય આપી.

નિધનના એક દિવસ પહેલા સતીષ કૌશિકે તેમના નજીકના લોકો સાથે હોળી પાર્ટી કરી હતી. મોડી રાત્રે અચાનક તેમની તબિયત લથડી હતી. તેમને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ ડોક્ટર તેને બચાવી શક્યા નહીં. સેલેબ્સ સતીશ કૌશિકના ઘરે તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. અનુપમ ખેરથી લઈને રાજ બબ્બર સુધીના ઘણા સેલેબ્સ સતીશ કૌશિકની અંતિમ યાત્રામાં સામેલ થયા. સતીશ બોલિવૂડના તે કલાકારોમાંથી એક હતા જે હંમેશા લોકોને હસાવતા હતા, પરંતુ તેમણે દરેક લોકોની આંખોમાં આંસુઓ લાવી દીધા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Niraj Patel