કતલખાનાની બ્લેડો ભાંગવા માંડી પણ સતાધારના પાડાનું ગળું ન કપાયું! વાંચો સતાધારના પાડાની અદ્ભુત સત્યઘટના

0

ગીરમાં અંબાઝર નદીને કાંઠે વસેલાં સતાધારની વાત નીકળે એટલે લોકોને મોઢે બે દિવ્ય વિભૂતિઓનાં નામ અચૂક આવે છે : એક આપા ગીગા અને બીજા શામજી બાપુ. ૧૮૦૯માં ચલાળાના દાન બાપુ પાસેથી પ્રેરણા લઈને આપા ગીગાએ સતાધાર ખાતે જગ્યા સ્થાપી એ પછી રોગીઓની સેવા, મફત ભોજન અને નિરાધાર ગાયોની સંભાળનો જે અંખડ ચીલો ચાલ્યો તે આજે પણ ચાલુ છે. સતાધારની ગાદી પર આવેલા છઠ્ઠા મહંત શામજી બાપુએ આ પરંપરાને વધુ વેગવંતી અને વધુ કીર્તિમાન બનાવી.

આ શામજી બાપુના જીવન સાથે જોડાયેલો સતાધારના પાડાનો એક રસપ્રદ અને દિવ્ય પ્રસંગ આજે પણ સૌરાષ્ટ્રના એક-એક નાગરિકને યાદ છે. પ્રસંગ ખરેખર અનન્ય જેવો બન્યો હતો. એથી લોકોની સતાધારની જગ્યા પરત્વેની શ્રધ્ધામાં અનેક ગણો વધારો થયેલો. અહીઁ જાણો શું હતી વાત :

Image Source

પાડાને કદી કતલખાને ન મોકલતા —

મહંત પૂજ્ય શામજી બાપુએ સતાધારની જગ્યાનો એક પાડો અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલાં નેસડી ગામના ધણને આપ્યો હતો. પાડો અદ્ભુત હતો, જાણે દૈવત્વનો અવતાર હોય તેવી તેની તાસીર હતી.

શામજીબાપુએ ગામવાળાને પાડો આપતી વખતે કહેલું, કે જે દિ’ આ પાડો તમને સાચવવો મોંઘો પડે તે દિવસ સતાધારની જગ્યામાં એને મૂકી જજો પણ મહેરબાની કરી કદી રેઢો ના રઝળાવતા. પાડો નેસડી પહોંચી ગયો.

એ પછી ઘણાં વર્ષો વીતી ગયાં. નેસડીની નવી પેઢીને જૂની વાતો યાદ ન રહી અથવા એમ કહો કે સમય જતા ગામલોકોએ પાડાનું ગોત્ર વિસારે પાડ્યું. ભોજવંશી ભેંસનો આ પાડો હતો. એ રઝળી પડ્યો. રઝળતો પાડો રાજકોટ પહોંચ્યો. ત્યાંથી સુરત અને છેવટે મુંબઈના એક કતલખાનામાં પહોંચ્યો!

Image Source

કસાઈની છરીઓ ભાંગવા માંડી —

કતલખાનામાં કસાઈએ પાડાની ગરદન કાપવા માટે થઈને છરો ચલાવ્યો પણ આશ્વર્યની વચ્ચે છરો ગરદનને ખરચ પણ ન પહોંચાડી શક્યો અને કટાક… દેતો તૂટી ગયો! કસાઈને નવાઈ લાગી. એ પછી તેણે વધારે બીજો છરો નાખ્યો, એની પણ એ જ દશા! એમ કરતા ઘણા છરાઓ ભાંગી ગયા પણ પાડાની ગરદન પર લિસોટો પણ ના થયો.

હવે કસાઈને ખરેખર આ પાડો કોઈ અગમ ચેતનાનો ધણી લાગ્યો. તેણે પૂછપરછ કરી તો ખબર પડી કે આ પાડો તો સતાધારની ભૂમિનો છે, શામજી બાપુનો પાડો છે. કસાઈ પાડાને લઈને સતાધારની જગ્યામાં આવ્યો. શામજી બાપુને બનેલી બીના કહી સંભળાવી અને માફી માંગી વિનંતી કરી કે આ પાડાને તમે રાખી લો. પાડો બંધાયો અને કસાઈ જવા લાગ્યો.

પાડાની આંખમાં શું જોયું? —

જતી વેળા કસાઈની નજર પાડાની આંખોમાં પડી. આ શું? આવી આંખો અબૂધ પશુની ના હોય. કોઈ અલગારી મહાત્માની આંખોમાં હોય તેવું અદ્ભુત તેજ પાડાની આંખોમાં ઝગારા મારતું હતું. કસાઈને વધુ એકવાર વિશ્વાસ બેસી ગયો કે આ પાડામાં ખરેખર કંઈક અસામાન્ય તો છે જ. એ ફરીથી બાપુના ચરણોમાં જઈ વંદન કરી આવ્યો.

પછી તો આ વાત ગામોગામ પ્રસરી ગઈ. લોકો શામજી બાપુને સાક્ષાત્ દેવ સમાન માનવા લાગ્યા. બાપુ સામાન્ય માણસની જેમ જીવતા. એમને આજના અમુક બની બેઠેલા સંતની જેમ આવી ખ્યાતિમાં જરા પણ રસ નહોતો. એ બધું ઈશ્વરીય કૃપાનું જ પરિણામ છે એમ એમણે કહ્યું. ઐ પાડો પછી તો સતાધારમાં રહ્યો અને લોકો માટે વંદનીય બની રહ્યો. મર્યો પછી સમાધિ બની અને આજે પણ એની સમાધિ સતાધારમાં આવેલી છે.

જીવદયા પ્રેમનો આનાથી મોટો દાખલો બીજો શો હોઈ શકે? પૂજ્ય શામજી બાપુ પછી સતાધારની ગાદી પૂજ્ય શ્રીજીવરાજ બાપુએ સંભાળેલી.

ભારતીય ભોમની વંદું તનયા વડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી!

[ દયા-ધરમના ધામનો આ લેખ ગમ્યો હોય તો આપના મિત્રોને પણ શેર કરજો, ધન્યવાદ! ]

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here