સર્વોત્તમ સરદાર – “હરમન સિંગે તેના આ સારા કાર્યથી પાઘડી ઉતારીને તેના શિખ ધર્મને અપમાનિત નથી કર્યો, પરંતુ વિશ્વ સ્તરે સન્માનિત કર્યો છે”

0

પાંચ વર્ષનો એક વિધાર્થી રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે અચાનક એક પુર ઝડપે આવી રહેલી કાર તે બાળકને ટક્કર મારે છે. કારની ટક્કરથી બાળકનુ મસ્તક ફુટી ગયુ હતુ અને તેની અંદર રહેલુ લોહી બહાર રોડ પર વહી રહ્યુ હતુ. તે બાળકના મસ્તકમા ઈજા થઈ હતી એટલે તે જોર જોરથી રડી રહ્યો હતો. રોડ પર રહેલા માણસો તે ઈજાગ્રસ્ત બાળકને જોઈ રહ્યા હતા પરંતુ કોઈ તેના રુદનમા રહેલી વેદનાને સાંભળી અને સમજી નહોતા શકતા.

Image Source

આ ઈજાગ્રસ્ત બાળકની વેદના ભરેલુ રુદન એક રોડની નજીક રહેતા શિખ યુવાનના કાને પડે છે. તે તરત જ આ બાળકની પાસે આવે છે અને તેની આ ભયાનક વેદનાનુ દ્રશ્ય જુવે છે. આ ભયાનકતાને જોતાની સાથે જ તે શિખ યુવાન તરતજ તેના માથા ઉપર બાંધેલી પાધડી ઉતારે છે અને તે બેભાન અવસ્થામાં રહેલા બાળકના ઈજાગ્રસ્ત માથાના ભાગે બાંધે છે અને તેને એમ્બ્યુલન્સ મારફતે એક હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ત્યા તેની સારવાર કરવામાં આવે છે. સારવારના અંતે તે બાળકની ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સુધારો આવે છે અને તે બાળકને નવી જીદંગી મળે છે.

મિત્રો આ કોઈ કાલ્પનીક વાર્તા નથી, પરંતુ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમા બનેલી વાસ્તવિક ઘટના છે. અકસ્માતનો ભોગ બનેલા પાંચ વર્ષના તે છોકરાનુ નામ ડીજેન પહિયા છે અને તેને જીવનદાન આપનાર શિખ યુવાનનું નામ હરમન સિંગ છે. તેની ઉંમર બાવીસ વર્ષ છે અને તે ઓકલેન્ડમા MBA નો અભ્યાસ કરે છે.

Image Source

માથા ઉપર બાંધેલી પાઘડી એ શિખ ધર્મની ઓળખ છે. શિખ ધર્મના લોકો ક્યારેય વાળ અને દાઢી કપાવતા નથી. તે મોટા થયેલા તેના વાળનો અંબોડો તેના માથા ઉપર બાંધે છે અને તે વાળની ઉપર પાઘડી બાધે છે. શિખ ધર્મના લોકો કયારેય જાહેરમા આ પાઘડી ઉતારતા નથી. તે લોકો તેના વાળની સફાઈ કરે છે ત્યારેજ તે પાઘડી ઉતારે છે. બાકી તે કયારેય પાઘડી વગર બહાર જતા નથી.

પરંતુ હરમન સિંગે શિખ ધર્મના આ પ્રોટોકોલની પરવાહ કર્યા વગર, બે ફિકર બનીને તેની પાઘડી ઉતારીને તે નાના બાળકની જીદંગી બચાવી. હરમન સિંગની આ સમજદારીએ વિશ્વભરમા શિખજાતી અને શિખ ધર્મને એક અલગ જ ઓળખ સાથે તેની એક નવી મહાનતાને વિશ્વ સ્તરે સ્થાપિત કરી દીધી છે. હરમન સિંગે તેના આ કાર્યથી ભારતના લોકોની માનવતાની મહાનતાનાને વિશ્વ વિખ્યાત બનાવી દીધી છે.

Image Source

જ્યારે આ ઘટના બની ત્યારે ઓકલેન્ડની એક ઓન ન્યુઝ ચેનલે હરમન સિંગની મુલાકાત લીધી. જયારે આ ચેનલના પત્રકારો હરમન સિંગના ઘરે પહોંચ્યા અને તેના ઘરમાં જોયુ તો, હરમન સિંગના ધરમા માત્ર એક પ્લાસ્ટિકનુ ટેબલ, બે પ્લાસ્ટિકની સાદી ખુરશી અને બેડ અને બેડશીટ વગરની નીચે ચાદર પાથરેલી પથારી હતી‌.

“તમે તો તમારી પાઘડી ઉતારીને… એક અદ્ભુત મહાન હિરો બની ગયા” પત્રકારે હરમન સિંગ સામે સ્મિત કરતા અંગ્રેજીમા તેને કહ્યુ. “ના… એવું કંઈ નથી… મારા આ કાર્યથી હુ નહી… પરંતુ મારો ધર્મ મહાન બની ગયો છે” હરમન સિંગે પત્રકારને સરસ જવાબ આપતા કહ્યુ.

“હરમન… તમારા ઘરમાં ફર્નિચર કેમ નથી? તમને ફર્નિચરમા શું ગમે છે? “પત્રકારે ખાલી પડેલા ઘરનું અવલોકન કરતા હરમન સિંગને પુછ્યું. “મને સારુ ટેબલ, બેડ અને સોફા ગમે છે, પરંતુ હાલ હું સ્ટુડન્ટ છુ એટલે મને તેની જરૂર નથી” હરમન સિંગે પત્રકારને જવાબ આપતા કહ્યુ.

હરમનની આ વાત સાંભળીને તે ન્યુઝ ચેનલવાળાએ તેના તરફથી હરમનને ગમતુ ફર્નિચર તેની પરવાનગી વગર ભેટ સ્વરૂપે આપ્યુ. હરમન સિંગને જ્યારે આ ભેટ મળી ત્યારે તેની આંખો આંસુથી છલકાતી ઉઠી અને તેને કહ્યું કે, “જો આજે મારા પિતાજી જીવીત હોત તો, તેને મારા કામના ગર્વની શ્રેષ્ઠતાને માણી હોત.”

Image Source

હરમન સિંગ અકસ્માતનો ભોગ બનેલા ડીજેન પહિયાને તેની સારવાર દરમિયાન હોસ્પિટલ પર મળવા ગયા હતા. ડીજેન પહિયાના પરિવારે હરમન સિંગને તેના બાળકનો જીવ બચાવ્યો તે માટે આભાર વ્યક્ત કરતુ કાર્ડ અને ફુલો આપીને તેનુ અભિવાદન કરુ હતુ.

હરમન સિંગે તેની પાધડી ઉતારીને શિખ ધર્મની સજ્જનતાની સાથે સાથે, માનવ ધર્મની મહાનતાના દર્શન આખા વિશ્વને કરાવ્યા છે. જેના થકી આજે પૃથ્વી પર રહેલા દરેક મનુષ્યને માનવધર્મ અને તેના અસ્તિત્વની અનુભૂતિ થઈ છે.

મારી સમજણ પ્રમાણે હરમન સિંગે તેના આ સારા કાર્યથી પાઘડી ઉતારીને તેના શિખ ધર્મને અપમાનિત નથી કર્યો, પરંતુ વિશ્વ સ્તરે સન્માનિત કર્યો છે.

Image Source

લેખન-સંપાદન: ખોડીફાડ મેહુલ (ગુરુ)
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here