મનોરંજન

‘કૃષ્ણ’ ભગવાને આ કારણે છોડી દીધું ફિલ્મ જગત, છેલ્લા 20 વર્ષથી સેવાનું કામ કરી રહ્યા છે જાણો

એક વાત તો માનવી પડે કે, લોકડાઉનને લીધે અત્યારે દૂરદર્શનના સોનેરી દિવસો આવ્યા છે! આજથી ૨૫-૩૦ વર્ષ પહેલા આ બ્રોડકાસ્ટ ચેનલ પર પ્રસારિત થનારી અને બેહદ લોકપ્રિય નીવડેલી સીરિયલો હવે ફરીથી પ્રસારિત થઈ રહી છે. રામાયણ અને મહાભારત જેવી સીરિયલોને જેટલો આદર એ વખતની પેઢીએ આપ્યો હતો એવો જ નવી જનરેશન પણ આપી રહી છે!

રામાનંદ સાગરની ‘રામાયણ’, બી.આર.ચોપરાની ‘મહાભારત’, ‘ચાણક્ય’ અને ‘ઉપનિષદ ગંગા’ જેવી ભારતીય ઇતિહાસ-પુરાણ સાથે જોડાયેલી ઘટનાઓની સીરિયલો કોરોના વાઇરસને લીધે દેશભરમાં લાગૂ થયેલા લોકડાઉનના સમયમાં દૂરદર્શન પ્રસારિત થઈ રહી છે.
લોકડાઉનના કારણે લોકોને ઘરે બેઠા મનોરંજન મળી રહે એ હેતુથી ટીવી ઉપર રામાયણનું પુનઃ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું, જેને દર્શકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું,

પરંતુ રામાયણના હાલમાં બધા જ એપિસોડ પૂર્ણ થઇ ગયા છે, ત્યારે રામાનંદ સાગર દ્વારા જ નિર્મિત “શ્રી કૃષ્ણા” ધારાવાહિકનું પણ  સમયમાં પુનઃ પ્રસારણ કરવામાં  આવશે, ત્યારે ચાલો જાણીએ આ ધારાવાહિકના કલાકારો આજે  કેવા દેખાય છે અને ક્યાં છે?

Image Source

કૃષ્ણ (સર્વદમન બેનર્જી):
શ્રી કૃષ્ણ ધરાવાહિકમાં કૃષ્ણ તરીકેનો અભિનય સર્વદમન બેનર્જીએ કર્યો હતો, આ અભિનય દ્વારા તેમને ઘણી જ કીર્તિ પણ પ્રાપ્ત થઇ હતી, પરંતુ આજે સર્વદમન ટીવી અને ફિલ્મોથી હંમેશા માટે સન્યાસ લઇ અને ઋષિકેશમાં ચાલ્યા ગયા છે જ્યાં તે લોકોને મેડિટેશન શીખવી રહ્યા છે. પંખ નામનું એક એનજીઓ ચલાવે છે. આના માધ્યમથી તેઓ આશરે 200 બાળકોના શિક્ષણની સંભાળ લે છે અને ઉત્તરાખંડની 50 ગરીબ મહિલાઓને જીવનનિર્વાહની તાલીમ આપે છે. સર્વદામને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, શા માટે તેણે આ ઈન્ડસ્ટ્રી છોડવાનું પસંદ કર્યું. સર્વદમને જવાબ આપતાં કહ્યું હતું કે, ‘કૃષ્ણ’ કરતી વખતે મેં નક્કી કર્યું હતું કે હું 45-47 વર્ષની વય સુધી કામ કરીશ. ગ્લેમરની દુનિયામાં અસલમાં કોઈ ગ્લેમર નથી, તે ફક્ત જોનારાઓ માટે છે.

Image Source

90ના દાયકાનો સમય લગભગ બધાને જ યાદ હશે કે જયારે મોટાભાગના ઘરે માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા અને રવિવારની સવારે ઉઠીને તરત જ નહાઈ ધોઈને રામાનંદ સાગરની ધાર્મિક સીરીયલ શ્રી કૃષ્ણા જોવા માટે બધા જ ટીવી સામે ગોઠવાઈ જતા.

Image Source

રામાનંદ સાગરના પ્રખ્યાત શો ‘શ્રી કૃષ્ણા’માં કૃષ્ણની ભૂમિકા ભજવનારા અભિનેતા સર્વદમન ડી બેનર્જીએ તેમની ભૂમિકા એટલી સારી રીતે ભજવી હતી કે લોકો તેમને વાસ્તવિક જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણ માનવા લાગ્યા હતા, પૂજા સમયે આંખો બંધ કરીને પણ બધાને તેઓ જ દેખાતા હતા, અને તેઓ જ્યા જતા ત્યાં લોકો તેમના પગે લાગવા લાગ્યા હતા. તે સિરિયલમાં તેનું સ્મિત કોઈ ભૂલી શકે નહીં. સર્વદમન બેનર્જીએ કૃષ્ણના પાત્રથી ઘણી લોકપ્રિયતા મેળવી.

Image Source

શ્રી કૃષ્ણા સીરિયલમાં શ્રી કૃષ્ણની લીલા જોનારા અને કૃષ્ણની ભૂમિકા નિભાવનારા સર્વદમન ડી બેનર્જીએ તેમના મદમસ્ત અભિનયથી દર્શકોનું મન જીતી લીધું હતું. સર્વદમન ડી બેનર્જીએ કૃષ્ણના પાત્રને પોતાની અંદર એવી રીતે વસાવી લીધું હતું કે જાણે ભગવાને કલિયુગમાં અવતાર લીધો હોય.

Image Source

આ પછી તેમને આ પ્રકારના જ શો ઓફર થયા જેમાં તે દેખાય, જેમ કે ‘અર્જુન’, ‘જય ગંગા મૈયા’ અને ‘ઓમ નમ: શિવાય’. સર્વદમન ડી બેનર્જીએ આ બધા શોમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. આ ધાર્મિક સિરિયલ ઉપરાંત સર્વદમને આદિ શંકરાચાર્ય, દત્તાત્રેય અને સ્વામી વિવેકાનંદ જેવા કેટલાક આધ્યાત્મિક પ્રકારનાં પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું. શંકરાચાર્યને 1983માં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

Image Source

તેઓ છેલ્લે સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ એમએસ ધોનીમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમણે ધોનીના કોચ ચંચલ ભટ્ટાચાર્યની ભૂમિકા ભજવી હતી. પરંતુ કૃષ્ણની આવી તેજસ્વી ભૂમિકા ભજવનાર સર્વદમન હવે આ ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી દૂર રહે છે, પણ ક્યાં રહે છે અને શું કરે છે એ અમે તમને જણાવીએ –

Image Source

સર્વદમન ડી બેનર્જી આજકાલ નદીઓ અને પર્વતોની વચ્ચે સ્વર્ગ જેવા માહોલમાં ઋષિકેશમાં પોતાનું મેડિટેશન સેન્ટર ચલાવે છે, દેશ-વિદેશથી આવતા લોકો અહીં યોગ અને ધ્યાનનો ફાયદો ઉઠાવે છે. આ સિવાય તે પાંખ નામનું એક એનજીઓ પણ સંભાળે છે. જ્યાં તે આશરે 200 બાળકોના ભણવા-લખવા પર ધ્યાન આપે છે.

Image Source

સાથે જ 50 મહિલાઓને યોગ્ય રીતે જીવન જીવવા માટે યોગ્ય બનાવવા માટે, તેઓ કામની ટ્રેનિંગ અપાવે છે. સર્વદમન ડી બેનર્જી હવે સંપૂર્ણપણે બદલાઈ ગયા છે અને ગ્લેમરની દુનિયાથી દૂર જ રહે છે.

Image Source

ફેસબુક પર, તે તેમના કામો વિશે જણાવતા રહે છે. ગ્લેમરની દુનિયાને છોડીને આવા શાંત સ્થળે સ્થાયી થવાનો અને કામ કરવાનો વિચાર તેના મગજમાં કેવી રીતે આવ્યો એ વિશે એક ઇન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું હતું કે ગ્લેમરની દુનિયામાં કોઈ ગ્લેમર નથી, માત્ર દર્શકોને જ તેમાં ગ્લેમર દેખાય છે.

સુભદ્રા (સોનિયા કપૂર):
બહુ ઓછા લોકો જાણતા હશે કે શ્રી કૃષ્ણામાં કૃષ્ણની બહેન સુભદ્રાનો અભિનય કરનાર અભિનેત્રી સોનિયા કપૂર આજે હિમેશ રેશમિયાની પત્નીએ નિભાવ્યો હતો, જેને ઘણી જ ફિલ્મોમાં અને ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. પરંતુ આજે તે ઈન્ડરસ્ટ્રીઝથી દૂર છે.

Image Source

રુક્મણિ (પિંકી પરીખ):
શ્રી કૃષ્ણમાં રુક્મણી, યમુના, લક્ષ્મી અને દૃગાનો અભિનય કર્યો છે. પિંકી પરીખ એક ગુજરાતી અભિનેત્રી છે જે આજે પણ સક્રિય છે અને ઘણી ગુજરાતી ફિલ્મોમાં તેને કામ પણ કર્યું છે.

Image Source

બાળ કૃષ્ણ (સ્વપ્નિલ જોશી):
બાળ કૃષ્ણનો અભિનય અભિનેતા સ્વપ્નિલ જોશીએ કર્યો હતો, આ ધારાવાહિકમાં કામ કરવાથી સ્વપ્નિલનું જીવન રાતો રાત બદલાઈ ગયું હતું, અસલ જીવનમાં પણ તેને લોકો ભગવાનની જેમ પૂજતા હતા. તેને ઘણી ફિલ્મો અને ધારાવાહિકમાં કામ પણ કર્યું છે અને આજે તે મરાઠી ઇન્ડ્રસ્ટ્રીઝનું ખુબ મોટું નામ છે.

Image Source

ભગવાન શિવ (વિજય કવીશ):
વિજય કૌશિકે શ્રી કૃષ્ણા ધારાવાહિકમાં શિવજીનો અભિનય કર્યો હતો, જેને લોકોએ ખુબ જ પસંદ કર્યો હતો, આ સિવાય તેમને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તે ફિલ્મો અને ધારાવાહિકમાં જોવા નથી મળ્યા.

Image Source

યશોદા (દામિની કનવાલ):
શ્રી કૃષની માતા યશોદાનો અભિનય અભિનેત્રી દામિની કનવાલે કર્યો હતો, તે ક્રાઇમ પેટ્રોલમાં પણ જોવા મળી હતી, તે હજુ પણ ઇન્ડ્રસ્ટ્રીઝમાં કાર્યરત છે.