સુરતમાં રત્નકલાકાર અમિત સાવલિયાએ કરી આત્મહત્યા, કારણ હતું ખુબ જ દર્દનાક…

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે પછી ઘરકંકાસ અથવા તો વ્યાજખોરોનો ત્રાસ કારણ હોય છે. છેલ્લા કેટલાક સમયમાં ઘણા લોકોએ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આપઘાત કર્યો છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક રત્ન કલાકારે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યુ છે. સુરતના સરથાણાના વાલક પાટીયા વિસ્તારમાં રહેતા રત્ન કલાકારે પઠાણી ઉઘરાણીથી કંટાળીને અનાજમાં નાંખવાની ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાને લઇને ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરત શહેરના સરથાણામાં આવેલ ગ્રીન વેલી બિલ્ડિંગમાં રત્ન કલાકાર અમિત સાવલિયા પરિવાર સાથે રહે છે, તેમણે ગત રોજ લેણદારોથી કંટાળી અનાજમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. તેમને લેણદારો સતત ફોન કરીને ધમકી આપતા હોવાને કારણે આ પગલું ભર્યુ. ત્યારે આ મામલે હાલ તો સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.

Image source

મૃતક અમિત હીરા મજૂરી કરતા અને પરિવારનું ગુજરાન ચલાવતા. ત્યારે હવે તેમના આપઘાત કર્યા બાદ પત્ની અને તેમની બાળકી નિરાધાર બન્યા છે. 2 માર્ચે બપોરે 12 વાગ્યાના અરસામાં તેમણે અમરોલીના કોસાડ રોડ ખોડિયાર માતાની ડેરી આગળ વેણીનાથ ગરનાળા પહેલા અનાજમાં નાખવાનો પાઉડર પી લીધો હતો અને તેમને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા પણ સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા પરિવારના માથે આભ તૂટી પડ્યુ હતુ. પોલીસની તપાસમાં અમિતે લેણદારોના ફોન આવતા હોવાથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું હાલ સામે આવ્યુ છે.

Shah Jina