ખબર

શું SARSની જેમ ખતમ થઇ શકે છે કોરોના વાયરસ? વૈજ્ઞાનિકોને મળી મોટી માહિતી

કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાયેલો છે અને દુનિયાભરના વૈજ્ઞાનિકો તેની દવા શોધવામાં લાગી ગયા છે. પરંતુ હજુ સુધી સફળતા નથી મળી ત્યારે અમેરિકાના વૈજ્ઞાનિકોએ પહેલવાર કોરોના વાયરસમાં એક ખાસ પ્રકારનું મ્યુટેશન જોવા મળ્યું છે. એરિજોનામાં એક દર્દીના કોરોના વાયરસ સેમ્પલની તપાસ કરતા મળી આવ્યું છે કે વાયરસના જેનેટિક મટીરિયલમાં એક ભાગ ગાયબ છે.

Image Source

આવી જ એક ઘટના વર્ષ 2003માં સરસ મહામારી ફેલાઈ હતી ત્યારે જોવા મળી હતી જેમાં પણ વાયરસના જેનેટિક મટીરિયલમાં એક ભાગ ગાયબ હતો.  જેના પછી સાર્સ મહામારી મહામારી ખતમ થવા લાગી હતી. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે કે વાયરસની અંદર જે બદલાવ જોવા મળ્યો છે તે દાવર એવો સંકેત મળે છે કે માણસમાંથી આ કોરોના વાયરસની અસર કમજોર થઇ રહી છે. પરંતુ હજુ આના માટે બીજી જગ્યાના સેમ્પલમાં પણ બદલાવ જોવો જરૂરી છે.

Image Source

વર્ષ 2003માં સરસ વાયરસની બીમારી વખતે આવું જ જોવા મળ્યું હતું, જોકે આ વાયરસ દુનિયામાં એટલા મોટા પ્રમાણમાં ફેલાયો નહોતો. પરંતુ શોધ પ્રમાણે આ વાયરસની જેમ જ કોરોના વાયરસ પણ ખતમ થઇ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.