સરપંચ સાહેબ GF સાથે ઘરથી 210 કિમી દૂર ઇલુ ઇલુ કરતા હતા, ઘરવાળીએ રંગેહાથ પકડ્યા…જુઓ વીડિયો
ઘરથી 210 કિમી દૂર સરપંચજી પોતાની ગર્લફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવા હોટલ પહોંચ્યા હતા. જો કે આ દરમિયાન તેમની પત્નીએ તેમને રંગેહાથ પકડી લીધા હતા. આ ઘટના મધ્યપ્રદેશના ઉજ્જૈનની છે. જ્યાં નીમચ જિલ્લાના સરપંચને પત્ની દ્વારા રંગે હાથે પકડવાનો સામનો કરવો પડ્યો. સરપંચ પોતાના ઘરથી લગભગ 210 કિમી દૂર ઉજ્જૈન શહેરની એક હોટલમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે સમય વિતાવી રહ્યા હતા, પરંતુ તેમને એ વાતનો બિલકુલ અંદાજ નહોતો કે તેમની પત્ની દિવસભર નજર રાખી રહી છે.
મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સરપંચની પત્નીને પહેલાથી જ પતિના અજાણી સ્ત્રી સાથે વાતચીત પર શક થઇ ગયો હતો. જ્યારે તેણે પતિના મોબાઈલ કોલ્સ પર ધ્યાન આપ્યુ ત્યારે તેને ખબર પડી કે તે કોઈ મહિલા સાથે હોટલમાં રોકાયેલ છે. આ પછી પત્ની તરત જ કારમાં નીમચથી ઉજ્જૈન ગઈ અને હોટલની બહાર રાહ જોવા લાગી. સરપંચ પોતાની ગર્લફ્રેન્ડ સાથે હોટલમાંથી બહાર આવ્યા અને કારમાં બેસવા લાગ્યા, ત્યારે પત્નીએ કાર રોકી અને આખા પરિવાર સાથે સરપંચજીને ઘેરી લીધા. આ પછી બંને વચ્ચે વિવાદ શરૂ થયો.
આ દરમિયાન મહિલાએ સરપંચની પત્નીને પૂછ્યું કે તે કોણ છે તો તેના જવાબમાં પત્નીએ કહ્યું કે હું કોણ છું તે પોલીસ સ્ટેશનમાં જ કહીશ. આ ઘટના દરમિયાન હોટલની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને કેટલાક લોકોએ વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. સરપંચનું નામ જિતેન્દ્ર માળી હોવાનું કહેવાય છે. લગભગ 20 વર્ષ પહેલા તેમના પહેલા લગ્ન થયા હતા, પરંતુ તેમના લગ્ન લાંબો સમય ટકી શક્યા નહિ. આ પછી તેમણે બીજા લગ્ન કર્યા અને તેમને ચાર બાળકો છે.
બીજી પત્નીનો આરોપ છે કે સરપંચ ત્રીજી વખત લગ્ન કરવા માંગે છે અને આ કારણે તે તેને માનસિક ત્રાસ આપી રહ્યો છે. તે એક આંગણવાડી કાર્યકર છે અને તેનું કહેવું છે કે તેની સાથે સરપંચનું વર્તન સારું નથી. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે આ મામલે હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી. જો પત્ની ફરિયાદ નોંધાવશે તો પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે.
*नीमच जिले के सावन गांव के सरपंच जितेंद्र माली को अपनी महिला मित्र के साथ उज्जैन में पत्नी ने पकड़ा, पत्नी ने होटल से निकलने के बाद की कार में बैठते समय की धनाधन धुलाई, मामला उज्जैन पुलिस थाने पहुंचा, विडियो हुआ वायरल…* pic.twitter.com/HyH4YOWmiR
— Shani (@Shani6496943902) November 14, 2024