મહિલા તલાટી બાદ હવે અધધધધની લાંચ લેતા ઝડપાયો સરપંચ, બનાસકાંઠાના વાસણ ગામના સરપંચને ACBએ છટકુ ગોઠવી ઝડપ્યો

ગુજરાતમાંથી કેટલીકવાર અધિકારીઓ કામ પૂરુ કરવાના નામ પર લાંચ લેતા હોય છે. જે વાતની જાણ થતા ACB, પોલિસ કે પછી ક્રાઇમ બ્રાંચ દ્વારા છટકુ ગોઠવવામાં આવે છે અને લાંચ લેનારની ધરપકડ કરવામાં આવતી હોય છે. ત્યારે ACB (સુરત એન્ટી કરપ્શન બ્યુરો)ની ટીમે નવી મોડેલ ઓપરેન્ડીથી લાંચ લેતા સરકારી અધિકારીને ઝડપી પાડ્યા હતા. કેટલાક દિવસ પહેલા નર્મદાના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટી  નિતા પટેલએ જમીન માલિક પાસે રૂપિયા એક લાખની લાંચ લીધી હતી

અને આ બાબતે ACB દ્વારા તેને ઝડપી પાડવામાં આવી છે. ACBથી બચવા મહિલાએ લાંચની રકમ આંગડિયા મારફતે ગાંધીનગર ત્રાહિત વ્યક્તિને ત્યાં મંગાવી હતી. ત્યારે તલાટી બાદ હવે બનાસકાંઠાના વાસણ ગામનો સરપંચ 50 હજારની લાંચ લેતા ઝડપાયો છે. વાસણ ગામ પંચાયતમાં ભૂગર્ભ ગટર લાઈન તેમજ પેવર બ્લોકનું કામ પૂર્ણ કરેલા કોન્ટ્રાક્ટર પાસે લાંચ માગતા કોન્ટ્રાક્ટરે પાલનપુર એસીબીને જાણ કરી હતી, જે બાદ એસીબીએ છટકું ગોઠવી સરપંચને 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

એક કોન્ટ્રાક્ટર દ્વારા વાસણ ગામ પંચાયતમાં ભૂગર્ભ ગટર લાઈન તેમજ પેવર બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ હતું. તે કામના પૈસા ગ્રામ પંચાયત પાસે કોન્ટ્રાક્ટરને લેવાના હતા. તે નાણાંનું ચુકવણી કરવા સરપંચે કોન્ટ્રાક્ટરને કરેલા કામના 10 ટકા લેખે એટલે કે, 50 હજારની લાંચની માગણી કરી હતી. આ કામના કોન્ટ્રાક્ટર લાંચના પૈસા આપવા માંગતા ન હતા. આ બાબતની જાણ તેમને પાલનપુર ACBને કરી અને તે આધારે એસીબીએ છટકું ગોઠવી સરપંચ હિબ્જુરહેમાન મોહમ્મદ નિફ ઢૂકકાને લાંચની રકમ 50 હજાર સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

Shah Jina