ગામના સરપંચ પાસે પોતાના બેરોજગાર પિતા માટે નોકરી માંગવા માટે ગયેલી 16 વર્ષની સગીરા પર નજર બગાડી.. હાથ પકડીને કહ્યું, “ચાલ વાર નહિ લાગે…”, જાણો સમગ્ર મામલો
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ ઉપરાંત સગીરાઓ સાથે પણ છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ઘણીવાર વગદાર લોકો દ્વારા પણ આવી હરકતો કરવામાં આવતી હોય છે અને પછી તેમના વગની બીકે કોઈ તેમની સામે અવાજ પણ નથી ઉઠાવતું. પોલીસ પણ આ મામલામાં ક્યારેક ગંભીરતા નથી દાખવતી હોતી, ત્યારે હાલ આવો જ એક મામલો પાદરા તાલુકમાંથી સામે આવ્યો છે.
આ ઘટના સામે આવી છે પાદરામાં આવેલા દૂધવાળા ગામમાંથી. જ્યાં 10 ધોરણ સુધી અભ્યાસ કરેલી એક 16 વર્ષની દીકરી પોતાના બેરોજગાર પિતાને નોકરી માટે ગામના સરપંચ ઉત્તમભાઈ પટેલને મળવા માટે ગઈ હતી. તેને સરપંચને જણાવ્યું કે તમારી કંપનીઓમાં સારી ઓળખાણ છે અને તેના પિતાને નોકરીની જરૂર છે. તો તેમને નોકરી મળે એ માટેની રજુઆત તેને સરપંચ સમક્ષ કરી હતી.
પરંતુ સરપંચ ઉત્તમ પટેલના મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તેને તે દીકરીની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું વિચારીને પોતાની સાથે ફરવા લઇ જવા માટેનું કહ્યું. જ્યાં સગીરાએ કોઈ જવાબ ના આપતા તેને વૉટ્સએપ પર મેસેજ કરીને જણાવ્યું કે તું અહીંયા આવી જા, તારા પપ્પાને નોકરી હું અપાવી દઈશ. જેનો પણ તેને કોઈ જવાબ ના આપતા સરપંચ વારંવાર વૉટ્સએપ પર ફોન અને મેસેજ કરીને હેરાન કરવા લાગ્યો.
આખરે પિતાને નોકરી મળે એ લાલચે સગીરા સરપંચ પાસે ગઈ ગઈ ત્યારે સરપંચે તેની પાસે બીભત્સ માંગણી કરી અને છેડતી કરતા જણાવ્યું કે ચાલ વાર નહિ લાગે, જેના બાદ પણ સરપંચ સતત હેરાન કરતા હતા તેનાથી કંટાળીને સગીરાએ વડું પોલીસ મથકમાં સરપંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સરપંચ વિરુદ્ધ ગુન્હો નોંધતા તે ફરાર થઇ ગયો હોવાનું પણ જણાવા મળ્યું હતું.
જેના બાદ સગીરા અને તેના પરિવારજનોનો આરોપ છે કે પોલીસ સરપંચ ઉત્તમ પટેલને છાવરી રહી છે. અને તેમની સાથે નાણાકીય વહેવાર પણ કરી લીધા છે. જેથી તેને અને તેમના પરિવારને ખતરો હોવાનું જણાવતા તેમને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને માજી સરપંચ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરતી લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે.