મહેસાણામાં લગ્નના વરઘોડા દરમિયાન ધાબા ઉપરથી કર્યો નોટોનો વરસાદ…500-500ની નોટો જોઈને લૂંટવા માટે લોકોએ કરી પડાપડી… જુઓ વીડિયો

પૂર્વ સરપંચના દીકરાના લગ્નમાં 500-500ની નોટોનો થયો વરસાદ…ઘરની નીચે લેવા માટે ભેગું થયું આખુ ગામ, જામ્યો મોટો મેળાવળો.. જુઓ વાયરલ વીડિયો

ગુજરાત સમેત હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે ઘણી બધી એવી એવી ખબરો પણ સામે આવી રહી છે કે તે જાણીને કોઈને પણ હેરાની રહી જાય. ત્યારે આ દરમિયાન ઘણા એવા શાહી લગ્ન પણ જોવા મળે છે જેની ચર્ચાઓ પણ ઠેર ઠેર થવા લાગે છે અને આવા લગ્નના વીડિયો અને તસવીરો પણ વાયરલ થતી હોય છે.

ત્યારે હાલ મહેસાણમાંથી એક એવા લગ્ન સામે આવ્યા છે, જેના વીડિયોએ દેશભરમાં ચકચારી મચાવી દીધી છે. મહેસાણામાં પૂર્વ સરપંચે ઘરની છત પર ઉભા રહીને નોટોનો વરસાદ કર્યો હતો. કારણ હતું તેમના ભત્રીજાના લગ્ન. કરીમ યાદવ અંગોલ ગામના પૂર્વ સરપંચ છે. પોતાના ભત્રીજાના લગ્ન વખતે તેણે ઘરની છત પર ઉભા રહીને 100 અને 500 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. નોટો લેવા માટે ઘરની નીચે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ દરમિયાન લોકો વચ્ચે મારામારી થઈ હતી.

જ્યારે કરીમ યાદવ નોટોનો વરસાદ કરી રહ્યા હતા ત્યારે તેમના ભત્રીજા રઝાકનો વરઘોડો ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કરીમ યાદવ અને તેના પરિવારના સભ્યોએ લગ્નની ઉજવણીમાં ડૂબેલા આખા ગામમાં નોટો ઉડાડી. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બેકગ્રાઉન્ડમાં ફિલ્મ જોધા-અકબરનું ગીત અઝીમો-શાન શહેનશાહ વાગી રહ્યું છે.

પૂર્વ સરપંચ કરીમ યાદવના ભાઈ રસૂલના દીકરા રઝાકના લગ્ન ખૂબ ધામધૂમથી થયા હતા. લગ્નના બીજા દિવસે ગામભરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત નોટોનો વરસાદ પણ થયો હતો. સાંજે ગામમાં વરઘોડો નીકળ્યો હતો. ત્યારે જ કરીમ યાદવ અને તેના સંબંધીઓ ઘરની છત પર પહોંચ્યા અને ત્યાં નોટોનો વરસાદ શરૂ કરી દીધો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તેઓએ રૂ.10 થી રૂ.500 સુધીની નોટો ઉડાવી હતી. છત પર રહેલો પૂર્વ સરપંચનો આખો પરિવાર નોટો ઉડાડી રહ્યો હતો, જેને લેવા માટે ત્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની ઉજવણી દરમિયાન પરિવારે લાખો રૂપિયાની નોટો ઉડાવી હતી. આ લગ્ન 16 ફેબ્રુઆરીના રોજ થયા હતા. આ બાબતની ચર્ચા માત્ર ગામમાં જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ થઈ રહી છે.

Niraj Patel