ખબર

ગરીબોમાં 5 રૂપિયામાં ભરપેટ ભોજન કરાવતી દાદીમાં નું નિધન, રસોઈ બની અનાથ- જાણો બધી જ વિગતો

ગરીબોમાં માત્ર પાંચ રૂપિયાના ભરપેટ ભોજન જમાડતી 90 વર્ષની દાદીમાં સરોજની ખન્નાનું રવિવારની સવારે 11 વાગ્યે નિધન થઇ ગયું છે. તેનું અંતિમ સંસ્કાર સાંજે ચાર વાગ્યે સેક્ટર-94 ના સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યું હતું. સરોજની ખન્નાના દીકરા અનુપ ખન્ના જે ‘દાદી કી રસોઈ'(Dadi ki Rasoi) ના સંચાલક છે, તેણે જણાવ્યું કે તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી જેના ઈલાજ માટે તેને ગાજિયાબાદની યશોદા હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી હતી.

Image Source

ગંગા શોપિંગ કોમ્પ્લેક્સમાં ‘દાદી કી રસોઈ'(Dadi ki Rasoi) માં પાંચ રૂપિયામાં મળતા ભોજનનો સ્વાદ લેવા માટે સેંકડો લોકો દૂર દૂરથી આવતા હતા. જેમાના મોટાભાગાના ગરીબ પરિવારના લોકો હતા, જેઓને પૂરતું ભોજન નસીબમાં ન હતું.

Image Source

આગળની 21 ઓગસ્ટના રોજ દાદી કી રસોઈના ચાર વર્ષ પુરા થયા છે, અનુપ ખન્નાએ જણાવ્યું કે માં ની આ ઈચ્છાને હંમેશા કાયમ રખવા માટેની તે પુરી કોશિશ કરશે.દાદી કી રસોઈ રોજ સેક્ટર-17 માં સવારે 11.30 વાગ્યે અને સેક્ટર-29 માં બપોરે 12 થી 2 વાગ્યા સુધી ચાલતી હતી.

Image Source

દાદી કી રસોઈ માં લોકો પોતાની શ્રદ્ધાથી ભોજનની વ્યવસ્થા પણ કરાવતા હતા. કોઈની વર્ષગાંઠ કે જન્મદિવસના મૌકા પર તેઓ ભોજનમાં પોતાનું યોગદાન આપતા હતા જરૂરિયાતમંદોને ભોજન ઉપલબ્ધ કરવાતા હતા. તેના સિવાય દાદી કી રસોઈથી 10 રૂપિયામાં ગરીબોને કપડા પણ આપવામાં આવતા હતા.

Image Source

અનૂપે કહ્યું કે માં ની અંતિમ ઈચ્છા એ હતી કે તેના અંતિમ સંસ્કાર પછી અસ્થિઓને ગંગામાં પ્રવાહિત કરવાને બદલે તેની ચિતાની રાખને ફૂલ-છોડનું સિંચન કરવામાં ઉપીયોગમાં લેવામાં આવે. તેના માટે તેઓ જલ્દી જ પાર્ક માં ફૂલ-છોડ વાવશે.

Image Source

જણાવી દઈએ કે મૃત્યુના પહેલાના પાંચ દિવસ પહેલા જ સરોજની ખન્નાને હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યા હતા. તેનું નિધન ઘરેજ થયું હતું. તેના નિધનથી આખો પરિવાર દુઃખમાં છે. અનૂપે કહ્યું કે માં ની ઈચ્છાના અનુસાર તેઓએ ચાર વર્ષ પહેલા દાદી કી રસોઈની શરૂઆત કરી હતી. દાદી કી રસોઈ માં દરેક રોજ લગભગ 500 જેટલા લોકોને પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન મળે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks