ફિલ્મી દુનિયા

નિધનના 18 દિવસ પહેલા સુશાંત માટે સરોજ ખાનના આ છેલ્લા શબ્દો હતા…

અભિનીતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની હજી તો જાંચ ચાલી રહી છે ત્યા બીજા એક દુઃખદ સમાચાર બોલીવુડમાંથી આવ્યા છે. એક પછી એક બોલીવુડમાં જાણે કે દુઃખનું આભ તૂટી પડ્યું છે. દિગ્ગજ કોરિયોગ્રાફર સરોજ ખાને 71 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા છે. મુંબઈની હોસ્પિટલમાં કાર્ડિયાક રેસ્ટને લીધે સરોજ ખાનનું નિધન થઈ ગયું છે. સરોજ ખાનના નિધનથી પુરી ઇન્ડસ્ટ્રીમાં શૌકનું માતમ છવાઈ ગયું છે.

Image Source

વર્ષ 2020 માં બૉલીવુડ પોતાના ઘણા સિતારાઓને ગુમાવી ચૂક્યું છે. જેમાં હવે સરોજ ખાન પણ જોડાઈ ચુકી છે. સરોજ ખાનના અચાનક નિધનથી તેના ચાહકો પણ દુઃખી થઈ ગયા છે. સરોજ ખાનની છેલ્લી ઇન્સ્ટા પોસ્ટની વાત કરીએ તો તેમણે સુશાંતના નિધન પર દુઃખ દુઃખ વ્યક્ત કરતા ભાવુક પપોસ્ટ લખી હતી.

Image Source

જો કે કોઈને ક્યાં ખબર હતી કે સરોજની સુશાંત પર આધારિત આ પોસ્ટ તેની છેલ્લી પોસ્ટ હશે. પોસ્ટમાં સરોજ ખાને જણાવ્યું હતું મેં ક્યારેય પણ સુશાંત સાથે કામ કર્યું ન હતું પણ હું તને ઘણીવાર મળી ચુકી હતી. સરોજ ખાને એવું પણ કહ્યું હતું કે સુશાંતની આત્મહત્યાની ખબરથી તે ચોંકી ગઈ હતી.

Image Source

સરોજ ખાન હિંદી સિનેમાની દિગ્ગજ કોરિયોગ્રાફર હતી. તેણે લગભગ 2000 ગીતોને  કોરિયોગ્રાફ કર્યા હતા. સરોજ ખાને એક દો તીન, ધક ધક કરને લગા, હવા-હવાઈ, મેરે હાથો મૈં નૌ-નૌ ચુડીયા હૈં, તમ્મા તમ્મા, ઝરા સા ઝૂમ લું મૈં, એ ઇશ્ક હાય જેવા ગીતો કોરિયોગ્રાફ કર્યા હતા. સરોજ ખાનની માધુરી સાથે અને શ્રીદેવી સાથે જોડી રહી હતી. સરોજ ખાને ત્રણ વાર નેશનલ એવોર્ડ જીત્યો હતો.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.