સારો પગાર હોવા છતાં નથી બચતા પૈસા તો ગણેશ ચતુર્થી પર કરો આ ઉપાય, ઝટ્ટથી દૂર થઈ જશે સમસ્યા

0

સારો પગાર હોવા છતાં પણ તમારા ઘરમાં પૈસાની અછત રહે છે તો આ ગણેશ ચતુર્થી પર તમે પોતાના દરેક કષ્ટ દૂર કરવા માટે તૈયાર થઇ જાઓ. ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. પુરાણોના અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. માનવામાં આવે છે કે જેના પર ગણેશજીની કૃપા થઇ જાય તેઓના જીવનથી દરેક બાધાઓ દૂર થઇ જાય છે. આ વખતે ગણેશ ચતુર્થીનો ઉત્સવ 2 સપ્ટેમ્બરથી શરૂ થઇને 12 સપ્ટેમ્બર સુધી ચાલશે. ગણેશજીને મંગલકર્તા અને વિઘ્નહર્તા કહેવામાં આવે છે.

Image Source

ગજાનન ગણેશની સંકલ્પ અનુસાર સાધના કરવાથી વિઘ્નહર્તા બગડેલા કામ પણ બનાવી દે છે. ભગવાન ગણેશજી સ્વયં રિદ્ધિ-સિદ્ધિના દાતા છે. તેઓ ભક્તોના સંકટ, સમસ્યાઓ, રોગ અને દોષ દૂર કરે છે. 10 દિવસના ગણેશ ઉત્સવ દરમ્યાન ગણેશજીની સાધના આરાધના કરવાથી ભક્તોને ચિંતાથી મુક્તિ મળે છે અને તેમની મનોકામનાઓ પુરી કરે છે. ગણેશજીની સાધના કરવાથી ભક્તોનું મન સ્થિર થાય છે, અન્ન અને ધન ભંડારમાં વધારો થાય છે તથા વિઘ્નો દૂર થઈને બધા જ કાર્યોમાં સફળતા મળે છે.

જો સારી એવી કમાણી હોવા છતાં પણ તમારા ઘરોમાં પૈસાની તંગી છે તો આ આસાન ઉપાય તમારી સમસ્યાઓને દૂર કરી શકે છે.

Image Source

ગણેશજીને સિંદૂર ખુબ જ પસંદ છે. તેની પૂજા કરવાના સમયે આ ખાસ મંત્રનો ઉચ્ચારણ જરૂર કરો.
મંત્ર – ‘सिन्दूरं शोभनं रक्तं सौभाग्यं सुखवर्धनम्। शुभदं कामदं चैव सिन्दूरं प्रतिगृह्यताम्॥ ओम गं गणपतये नमः’।

ધ્યાન રાખો કે આ મંત્રના બોલવાના સમયે તમારે ગણેશજીના માથા પર સિંદૂર લગાવવાનું છે. મંત્ર બોલ્યા પછી આ જ સિંદૂર તમારા માથા પર લગાવો.

જો તમે પૈસાની સમસ્યા દૂર કરવા માગો છો તો ગણપતિને શમી વૃક્ષના અમુક પાન દરરોજ ચઢાવો. તેના સિવાય આર્થિક સમસ્યાને દૂર કરવા માટે બાપાને ધ્રોકળ, તલના લાડુ, ગાયનું શુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવો. યાદ રાખો કે ધ્રોકળ ગણેશજીના માથા પર રાખવાની છે ન કે તેના ચરણોમાં.

Image Source

જો તમે પોતાના માટે ગણેશજી પાસેથી સુખની કામના કરવા માંગો છો તો ‘इदं अक्षतम् ऊं गं गणपतये नमः’ મંત્ર બોલતા બાપાને સૂકા ચોખા ચઢાવો. ‘શ્રી ગણાધિપતયૈ નમઃ’ મંત્રનો જાપ કરવાથી તમારો પ્રમોશન થવાનો યોગ બનશે.

ગણેશ મંદિરમાં શુદ્ધ દેશી ઘીનો દીવો લગાવો. ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવાથી તમારી દરેક સમસ્યાનો અંત થઇ જાશે. આ પાઠમાં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ બાપાને લાડુનો ભોગ લગાવે છે, તેનું ક્યારેય પણ અમંગલ નથી થતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.