10 પાસ યુવકો માટે નોકરી મેળવવાની સુવર્ણતક, રેલવેએ બહાર પાડી બમ્પર ભરતી

જો તમે રેલવેમાં નોકરી કરવા માંગતા હોય તો ઝડપી લો આ તક

જે યુવાનો રેલવેમાં નોકરી માટે અરજી કરવા માગે છે તેમના માટે આ એક શ્રેષ્ઠ તક છે. રેલવે રિક્રુટમેન્ટ સેલ નોર્ધન રેલવે (RRC NR) એ એપ્રેન્ટિસ પદ માટે બમ્પર વેકેન્સી બહાર પાડી છે. જેના માટે અરજીની પ્રક્રિયા 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે. રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર, આ ભરતી અંતર્ગત 3093 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rrcnr.orgની મુલાકાત લઈને અરજી કરી શકે છે. તમને જણાવી દઈએ કે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત : આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. આ ઉપરાંત, ઉમેદવારોને સંબંધિત ક્ષેત્રમાંથી ITI પાસ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. અરજી કરવા માટે, ઉમેદવારોએ 100 રૂપિયા ઓનલાઇન ફી ચૂકવવી પડશે.

વય મર્યાદા : રેલવેએ આ પોસ્ટ્સ માટે ન્યૂનતમ વય મર્યાદા 15 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ નક્કી કરી છે.

મહત્વની તારીખો : ઓનલાઇન અરજીની શરૂઆતની તારીખ – 20 સપ્ટેમ્બર 2021 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 20 ઓક્ટોબર 2021. રસ ધરાવતા ઉમેદવારો 20 ઓક્ટોબર સુધીમાં આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. આ માટે, તમારે સત્તાવાર વેબસાઇટ rrcnr.orgપર જવું પડશે અને તમારી માહિતી સાથે રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. આ પોસ્ટ્સમાં નોકરી મેળવવા માટે, ઉમેદવારોએ કોઈપણ લેખિત પરીક્ષા આપવી પડશે નહીં, પરંતુ ધોરણ 10માં મેળવેલા ગુણના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. વધુ માહિતી માટે તમે તેની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

Patel Meet