ખબર

જન્માષ્ટમીના દિવસે યુવકમાંથી યુવતી બનેલી ટ્રાન્સજેન્ડર યુવતી તેના મિત્રને મળવા ગઈ, મોડા સુધી ઘરે ના પહોંચી અને આખરે મળી તેની લાશ

પુરુષમાંથી સ્ત્રી બનેલી ટ્રાન્સજેન્ડર મહિલાની કરી નાખવામાં આવી બેરહેમીથી હત્યા, ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને આ રીતે ઝડપી લીધો

દેશભરમાંથી હત્યા અને લૂંટના બનાવો સતત સામે આવી રહ્યા છે,  ત્યારે યુવકથી યુવતી બનેલી ટ્રાન્સજેન્ડરની હત્યાનો મામલો પણ ખુબ જ ચર્ચામાં છે. જ્યાં એક મહિલા ટ્રાન્સજેન્ડર તેના એક મિત્રને મળવા માટે ગઈ હતી. પરંતુ તે ઘરે પરત ના આવી જેના બાદ પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ કરી દેવામાં આવી.  ત્યારે જઈને હત્યાની ખબર પડી. પોલીસ દ્વારા મૃતકાની લાશ મેળવી લેવામાં આવી છે.

આ મામલો દિલ્હીના સરિતા વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં આલી વિહાર વિસ્તારમાં યુવકમાંથી યુવતી બનેલી ટ્રાન્સજેન્ડર યુવતી તેના મિત્રને મળવા માટે ગઈ હતી. મોડી સાંજ થવા સુધી પણ તે તેના ઘરે પરત ફરી નહોતી. જેના બાદ તેના પરિવારજનોએ તેની શોધખોળ ચાલુ કરી દીધી હતી. પરંતુ તે છતાં પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

જયારે ઘરવાળા તેને શોધવામાં અસમર્થ રહ્યા ત્યારે તે સીધા જ દિલ્હીના સરિતા વિહાર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેના ગુમ થવાની ફરિયાદ નોધાવી. પોલીસે મામલો દાખલ કર્યો અને તેની તપાસ કરવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન દિલ્હીની નજીક આવેલા હરિયાણાના ફરીદાબાદમાં પોલીસે એક મહિલાનું શબ મેળવ્યું.

તેને ઓળખ કરવા ઉપર માલુમ પડ્યું કે આ લાશ સરિતા વિહારમાંથી લાપતા થયેલી મહિલા ટ્રાન્સજેન્ડરની છે. જેના બાદ પોલીસે મામલાની તપાસ કરતા કડીઓ જોડવાનું શરૂ કરી દીધું અને પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા પણ મળી ગઈ. આ મામલાની અંદર આરોપી પણ પોલીસના હાથમાં આવી ગયો. હવે પોલીસ પકડાયેલા આરોપી સાથે પુછપરછ કરી રહી છે.

મૃતક ટ્રાન્સજેન્ડર માયશાના પરિવારજનોએ મીડિયાને જણાવ્યું કે તે એક એનજીઓમાં કામ કરતી હતી. ગત 30 ઓગસ્ટ એટલે કે જન્માષ્ટમીના દિવસે માયશા તેના મિત્ર સુમિતને મળવા માટે ગઈ હતી અને પછી પરત ના ફરી, જેના બાદ તેમને અપહરણનો મામલો દાખલ કરાવ્યો. જેના બાદ 7 સપ્ટેમબરના રોજ સૂચના મળી કે તેની લાશ ફરીદાબાદમાં મળી છે. જેના બાદ પોસ્ટમોર્ટમ કરાવીને તેના શબને પરિવારને સોંપી દેવામાં આવ્યું.