ખબર ખેલ જગત દિલધડક સ્ટોરી

ખુશખબર: ‘ડાંગ એક્સપ્રેસે’ ફરી એક વાર મેદાન માર્યું, યુરોપ એથ્લેટીક્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યો, કેટલી સલામ?

ગુજરાતના ડાંગ જિલ્લાના એક નાના ગામથી એશિયન ગેમ્સ સુધી પહોંચનારી એથ્લીટ સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરીને પોતાના ગામ અને દેશનું નામ રોશન કર્યું છે. સરિતા ગાયકવાડે યુરોપના પોલેન્ડમાં ચાલી રહેલી ઍથ્લેટિક ચેમ્પિયનશીપમાં 400 મીટરની દોડ માત્ર 54.21 સેકન્ડમાં પૂર્ણ કરી, ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

Image Source

આ સાથે જ ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્ય આદિવાસી પરિવારની ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતી 25 વર્ષીય સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધી પોતાના નામે કરી છે. આ પહેલા પણ એશિયન એથ્લેટિકસ દોડની રમતમાં ભાગ લઇને સરિતા ગાયકવાડે દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ત્યારે ફરીથી આ આદિવાસી દીકરીએ વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો હતો.

Image Source

ખેલમહાકુંભથી રાષ્ટ્રીએ સ્તરે ચમકનાર, બંદૂકમાંથી ગોળી છુટે તે રીતે ટ્રેક ઉપર દોડતી સરિતાએ વર્ષ 2017ના જાન્યુઆરી માસમાં કોઇમ્બતૂર ખાતે યોજાયેલી 400 મીટર અને 400 મીટર હડલ્સમાં ઉત્કૃષ્ટત પ્રદર્શન કર્યું હતું અને યુનિવર્સિટીને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks