દિવંગત શ્રીદેવીનું 2018ના રોજ દુબઈમાં અચાનક નિધન થઇ જતા ફેન્સ દુઃખી થઇ ગયા હતા. હાલ જ શ્રીદેવીની પુણ્યતિથિ પર તેની દીકરી જાહ્નવી કપૂરે એક તસ્વીર શેર કરી લખ્યું હતું કે, તેને તેની માતાની યાદ હરપલ આવે છે.
હાલમાં જ સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ ઈન્ડસ્ટ્રીઝમાં 25 વર્ષ પુરા કર્યા હતા. આ સમયે તેને એક થ્રોબ્રેક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. ડબ્બુએ હાલમાં જ જાહ્નવી કપૂર અને તેના પરિવારની એક જૂની તસ્વીર હશેર કરી હતી. જે તસ્વીર જોઈને તમે ખુશ થઇ જશો.
ડબ્બુએ શેર કરેલી તસ્વીર ઘણી જૂની છે. જેમાં શ્રીદેવી, બોની કપૂર, જાહ્નવી અને ખુશી કપૂરને જોઈ શકો છો. આ ફોટામાં ખુશી ખૂબ જ નાની છે અને જાહ્નવી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
આ તસ્વીરમાં ચારેય લોકો પરંપરાગત વસ્ત્રોમાં નજરે ચડે છે. શ્રીદેવીની સાથે જાહ્નવી કપૂર અને તેની નાની બહેન ખુશીએ પણ સાડીઓ પહેરી છે. આ ફોટો શેર કરતા ડબ્બુએ લખ્યું, ‘એક ચિત્ર હજાર શબ્દો જેવું છે. પરંતુ યાદો હંમેશા અમૂલ્ય હોય છે.
અમને જણાવી દઈએ કે શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી 2018 ના રોજ દુબઇમાં નિધન થયું હતું. તેમના અચાનક નિધનના કારણે વિશ્વભરના ચાહકોમાં દુ:ખ છવાઈ ગયું હતું. આ વર્ષે તેમની પુણ્યતિથિ પર જાહ્નવીએ એક ફોટો શેર કર્યો અને લખ્યું કે તે દરેક ક્ષણે તેની માતા શ્રીદેવીને યાદ કરે છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.