ભણેલા ગણેલા જુવાન ડોકટરે નિકોલમાં આત્મહત્યા કરી લીધી, હે ભગવાન આ શું ચાલી રહ્યું છે દેશમાં

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, કેટલીકવાર લગ્નેતર સંબંધ તો કેટલીકવાર આર્થિક તંગી સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં અમદાવાદના નિકોલમાંથી એક ડોક્ટરના આપઘાતની ખબર સામે આવી છે. સરદાર હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા રાહુલે એનેસ્થેશિયાનો વધારે પડતો ઓવરડોઝ ઈન્જેક્શન મારી જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવતા જ ચકચાર મચી ગઇ હતી.

ગંગોત્રી સર્કલ પાસે કેમ્પ કોર્નર સોસાયટીની આ ઘટનામાં ડોક્ટરના આપઘાતથી પરિવારના સભ્યોમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો છે. જણાવી દઇએ કે, ડોક્ટર રાહુલ ગંગોત્રી સર્કલ પાસે કેમ્પ કોર્નર સોસાયટીમાં રહેતા હતા, તેઓ રાતે જમ્યા બાદ રૂમમા ગયા અને તે બાદ તેમણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. તેમનો સવારે રૂમ ન ખોલતા આપઘાતની માહિતી સામે આવી હતી.

સરદાર હોસ્પિટલના ડોક્ટરના આપઘાતથી સ્થાનિકોમાં પણ ચર્ચા શરૂ થઇ છે. જો કે, હાલ પોલિસ એ તપાસ કરી રહી છે કે કયા કારણોસર 25 વર્ષના ડોક્ટર રાહુલે ઈન્જેક્શન મારી આપઘાત કર્યો. હાલમાં જ સુરતની લાજપોર જેલમાંથી આરોપીના ની ખબર સામે આવી હતી. જે બાદ પરિવારજનોએ લાશ લેવાનો ઇન્કાર કર્યો હતો. મૃતકના પરિવારજનો અનુસાર, આરોપી સુશિક્ષિત હતો અને તે આપઘાત કરે તેવો નહોતો. તેઓએ મૃતકને લાજપોર જેલમાં ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેર કર્યો હતો.

Shah Jina