હેલ્થ

અધધધ આટલા બધા ફાયદા છે સરગવાના જ્યૂસના, એક વાર પીવો પછી જુવો કમાલ, સાંધાના દુખાવાથી લઈને વિટામિન બી સુધી ફાયદો કરાવે છે

સરગવો એક એવું શાક છે જે બજારમાં ચારે બાજુ વેચાય છે, પણ આપણામાંથી ઘણા એવા છે જેઓ આ શાકને જોઈને પણ જોતા નથી. ત્યારે સરગવાનું શાક ખાવાની મજા પણ ખૂબ જ આવે છે, પરંતુ આ શાક બધાને ભાવતું નથી. પરંતુ આપણે નથી જાણતા કે માત્ર સરગવો જ નહીં પણ તેના ઝાડ અલગ અલગ ભાગના અનેક પ્રયોગો પહેલાના જમાનાથી થતા આવ્યા છે.

સરગવાના ફૂલ, બીજ, વગેરેમાં એટલા પોષક તત્વો છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના માર્ગદર્શનમાં દક્ષિણ આફ્રિકાના ઘણા દેશોમાં કુપોષણ પીડિત લોકોના આહારના રૂપમાં સરગવાનો પ્રયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. સરગવાને પોતાના આહારમાં સામેલ અને તેનો લાભ ઉઠાવો. આયુર્વેદમાં જણાવવામાં આવે છે કે ઘણા રોગોનો ઉપચાર સરગવો છે.

Image Source

સરગવોના બીજથી તેલ કાઢવામાં આવે છે અને છાલ, પાન, ગુંદ વગેરેથી આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવે છે. સરગવો ઘણી એવી બીમારીઓને દૂર કરે છે અને શરીરના દરેક અંગોને મજબૂતી પણ આપે છે કેમ કે તેમાં ઘણા એવા પોષક તત્વો ભરેલા છે. આવો તો જાણીએ સરગવાના ગુણો વિશે…

1. ઓલીક એસિડથી ભરપૂર: સરગવામાં હાઈ માત્રામાં ઓલીક એસિડ હોય છે જે એક પ્રકારનું મોનો સેચ્યૂરેટેડ ફેટ છે અને આ શરીર માટે ખુબ જ આવશ્યક છે.

2. વિટામિન સી લેવલ: સરગવામાં વિટામિન સીની માત્રા ખુબ જ હોય છે. વિટામિન સી માથાના ઘણા રોગોથી લડે છે, ખાસ કરીને શરદી ખાંસીથી. જો શરદીને લીધે નાક કાન બંધ થઇ ચુક્યા છે તો, તમે સરગવાને પાણીમાં ઉકાળીને તે પાણીની બાફ લો.

3. હાડકા બનાવે મજબૂત: તેમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે જેનાથી હાડકાઓ મજબૂત બને છે, તેના સિવાય તેમાં આયરન, મેગ્નેશિયમ અને સિલિયમ હોય છે. જેના કારણે સાંધાનો દુખાવો દૂર થાય છે. અને નરમ પડી ગયેલા હાડકા પણ મજબૂત થાય છે. જેનાથી આર્થરાઇટિસના દર્દીઓને પણ રાહત મળે છે.

4. ગર્ભવતી મહિલાઓ માટે: તેનું જ્યુસ ગર્ભવતી મહિલાઓને આપવાની સલાહ આપવામાં આવે છે. ડિલિવરીમાં થનારી સમસ્યાથી રાહત મળે છે અને ડિલિવરી પછી પણ માતાની ઘણી એવી તકલીફો આસાન થઇ જાય છે. આ સિવાય સરગવાની સિંગનો ઉપયોગ સ્તનપાન કરાવતી મહિલાઓ એન મેનોપોઝ ચાલતો હોય એવી મહિલામાં માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

5. વિટામિન બી કોમ્પ્લેક્સમાં વધુ: સરગવાના પાનની સાથે સાથે સરગવાના બીજ પણ વિટામિન બી કોમ્પ્લેક્સથી ભરેલા હોય છે. જેમાં ઘણા એવા વિટામિન જેવા કે વિટામિન બી6, નિયાસિન, રાઇબોફ્લેવિન અને ફોલિક એસિડ હોય છે.

Image Source

6. બુઢાપાને કાબુમાં કરો: સરગવામાં વિટામિન એ હોય છે જો કે પહેલાના સમયથી જ સૌંદર્ય માટે ઉપયોગી બની રહ્યું છે. જો તમે આ લીલા શાકને પોતાના આહારમાં સામેલ કરો છો તો તમને બુઢાપો જલ્દી નહીં આવી શકે. તેનાથી આંખોની રોશની પણ સ્વસ્થ રહે છે.

7. લોહીને શુદ્ધ કરે છે: તમે સરગવાને સૂપના રૂપમાં પણ પી શકો છો, તેનાથી શરીરનું લોહી શુદ્ધ થાય છે. ખીલ જેવી સમસ્યાઓ ત્યારે જ દૂર થશે જ્યારે તમારું લોહી અંદરથી સાફ હશે.

આ સિવાય સરગવો ડાયાબિટીસ દૂર કરવામાં પણ ઉપયોગી છે. વજનને વધતું અટકાવવા માટે, શરીરના પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે, પણ સરગવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સરગવો શરીરની વધારાની ચરબી બાળવા માટે પણ ઉત્તમ સાબિત થાય છે. આ ઉપરાંત કિમોથેરાપીથી જે નુકશાન થાય છે, એની સામે લડવા માટે કેન્સરના દર્દીઓ માટે પણ સરગવો ખૂબ જ ફાયદાકારક છે.

Image Source

સરગવાના બીજા ફાયદાઓમાં ડિટોકસીફિકેશન પણ સામેલ છે. સરગવાના સેવનથી શરીરના હાનિકારક તત્વો દૂર થાય છે. જેને કારણે વાળ અને ત્વચા પણ સુંદર બને છે. સરગવાનું જ્યુસ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ જ્યુસ ટીબીના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. ઉપરાંત પેટને લગતી દરેક સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.

Image Source

સરગવાનો જ્યુસ બનાવવાની રીત:

સરગવાની સિંગને બાફીને તેને મિક્સરમાં ક્રશ કરી લો, એ પછી તેને ગાળીને તેના જ્યુસમાં થોડું મીઠું અને મરી ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ. આ જ્યુસ સ્વાદમાં પણ ટેસ્ટી લાગે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks