પોતાની લિવ ઈન પાર્ટનરની બેરહેમીથી હત્યા કરી દેનારા મનોજ સાનેએ લાશના ટુકડા કરીને 3 બાલ્ટીઓમાં ભરી, દુર્ગંધ છુપાવવા માટે વાપર્યા ઘણા રૂમ ફ્રેશનર

સરસ્વતીની પહેલા કરી હત્યા, પછી રૂમમાંથી દુર્ગંધ મિટાવવા માટે….. મનોજ સાનેના પાડોશીઓએ ખોલ્યું રહસ્ય

Saraswati Vidya Murder Case : ગુજરાત સમેત દેશભરમાં હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ દિલ્હીમાંથી શ્રદ્ધાની હત્યાનો મામલો સામે આવ્યો હતો. તેના લિવ ઈન પાર્ટનરે તેની બેરહેમીથી હત્યા કરીને લાશના ટુકડાઓ જંગલમાં ફેંકી દીધા હતા. હજુ આ હત્યાકાંડની કળ નહોતી વળી ત્યાં વધુ એક મામલો ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં મનોજ સાને નામના એક વ્યક્તિએ પોતાની લિવ ઈન પાર્ટનરની હત્યા કરી નાખી.

મનોજે તેની 36 વર્ષીય લિવ-ઇન પાર્ટનરની નિર્દયતાથી હત્યા કરી અને શરીરના ટુકડા કર્યા બાદ તેને તેના ફ્લેટમાં ત્રણ ડોલમાં રાખ્યા અને દુર્ગંધ દૂર કરવા માટે રૂમ ફ્રેશનર સ્પ્રે કર્યું. પાડોશીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, થાણેના મીરા ભાઈંદર વિસ્તારમાં એક ફ્લેટમાંથી 36 વર્ષીય મહિલાનો કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેમણે જણાવ્યું કે પીડિતા સરસ્વતી વૈદ્ય ફ્લેટમાં 56 વર્ષીય મનોજ સાનેનામના વ્યક્તિ સાથે ‘લિવ-ઈન’માં રહેતી હતી.

બંને છેલ્લા ત્રણ વર્ષથી આમ જ રહેતા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટે તેને 16 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આરોપીના પાડોશી સોમેશ શ્રીવાસ્તવે પત્રકારોને જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી ફ્લેટમાંથી દુર્ગંધ આવી રહી હતી. શ્રીવાસ્તવે કહ્યું કે તેણે પોતે જ સાને સાથે દુર્ગંધ વિશે વાત કરવાનું નક્કી કર્યું કારણ કે સાને સામાન્ય રીતે તેનો ફ્લેટ ખોલતા નથી.

બુધવારે, તેઓએ સાનેના ફ્લેટમાંથી આવતી અસહ્ય દુર્ગંધ વિશે વાતચીત કરવાનું નક્કી કર્યું અને સાનેનો દરવાજો ખખડાવ્યો. શરૂઆતમાં અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો, થોડા સમય પછી સાનેએ દરવાજો ખોલ્યો, દરવાજો ખોલતા પહેલા તેને અંદર રૂમ ફ્રેશનર સ્પ્રે કર્યું હતું જેનો અવાજ પણ મેં સાંભળ્યો હતો. શ્રીવાસ્તવે કહ્યું કે સાનેએ દરવાજો ખોલ્યો અને બહાર આવવાનું શરૂ કર્યું અને કહ્યું કે તેને કોઈ અર્જન્ટ કામ માટે બહાર જવાનું છે અને લગભગ 10.30 વાગ્યે પરત આવીશ.

તે સમયે, શ્રીવાસ્તવની માતાએ જોયું કે સાનેની સ્ત્રી સાથી જોવા મળી નહોતી, જોકે જ્યારે પણ સાને બહાર જતો ત્યારે તે બહાર આવતી અને તેને જોઈ લેતી. શ્રીવાસ્તવે કહ્યું કે તેમને લાગ્યું કે કંઈક ખોટું છે અને હાઉસિંગ સોસાયટીના અધિકારીઓને જાણ કરી. જે બાદ અધિકારીઓએ બિલ્ડર અને ફ્લેટના એજન્ટને બોલાવ્યા હતા. માહિતી મળતા જ પોલીસની ટીમ પણ પહોંચી ગઈ હતી. પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

શ્રીવાસ્તવે કહ્યું કે તેઓ પણ ઘરની અંદર ગયા. પોલીસને હોલમાં એક હેક્સો અને બેડરૂમમાં પ્લાસ્ટિકનો ટુકડો મળ્યો હતો. રસોડામાં ત્રણ ડોલમાં લોહી અને શરીરના ટુકડા જોઈને તેઓ ચોંકી ગયા હતા, હાડકાં પણ ત્યાં પડ્યાં હતાં. ત્યારબાદ પોલીસે સાનેને પકડવાનો અને તેના પરત ફરવાની રાહ જોવાનું નક્કી કર્યું. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સાનેએ કહ્યું હતું કે તે 10.30 વાગ્યા સુધીમાં પરત આવી જશે, તે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ પાછો આવ્યો અને પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફ્લેટ એજન્ટે તેને ઓળખી લીધો અને તરત જ તેને પકડી લીધો.

Niraj Patel