ધાર્મિક-દુનિયા

જાણો સાળંગપુર કષ્ટભંજન દેવનો રહસ્યમય ઈતિહાસ. માત્ર ઇતિહાસ વાંચવાથી દુઃખો દૂર થશે- દાદાના ભક્ત હોવ તો જરૂર વાંચી શેર કરજો

તેઓ સોનાના સિંહાસન પર બેસીને પોતાના ભક્તોની બધી જ મનોકામનાઓ પુરી કરે છે. કહેવાય છે કે બજરંગબલી હનુમાનજીના આ મંદિરમાં આવીને ભક્તોના દરેક દુઃખો, કષ્ટોનું નિવારણ થઇ જાય છે. ભલે એ કોઈની ખરાબ નજર હોય કે પછી શનિનો પ્રકોપ હોય, અહીંથી કોઈ ભક્ત ખાલી હાથે નથી જતું. આખા ગુજરાતમાં નહી પણ આખા ભારતભરમાં જેની ખ્યાતી ખૂણે ખૂણે સુધી પહોંચી છે. જેના ચમત્કારો આજે પણ લોકો જોવે છે. તો ચાલો આજે ગુજરાતનાં ખોબા જેવડા ગામમાં આવેલ સારંગપુર ધામની વાત કરીએ. સારંગપુર ગામમાં હનુમાનજીનું ભવ્યને ચમત્કારિક મંદિર આવેલું છે. એ મંદિરના જેટલા ચમત્કારોનું વર્ણન કરીએ એટલું ઓછું પડે.

Image Source

ગુજરાતનાં બોટાદ જિલ્લાના બરવાળા પાસે આવેલ નાનકડા સારંગપૂર ગામમાં કષ્ટભંજન હનુમાન બિરાજેલ છે. જે આજે સારંગપુર હનુમાનના નામે ખ્યાતી પામ્યું છે. અહીં આવનાર ભક્તને માત્ર દર્શનથી જ હનુમાનજી તેના જીવનના બધા જ દુખો દૂર કરી દે છે ને સાથે સાથે ક્યારેય કોઈ શત્રુપીડા કે પછી ગ્રહ પીડા નડતી નથી.

આશરે આજથી 170 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું, આ મંદિરનો પાયો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી ગોપાલનંદ સ્વામીએ એ આ મંદિરનો પાયો નાખ્યો હતો.

Image Source

સારંગપૂરનું આ મંદિર ભૂત પ્રેતની બધાના નિવારણ માટે ખૂબ જ પ્રખ્યાત છે, મેલી જમીનમાં પગ પડી જવો, કે પછી જો કોઈ વ્યક્તિ પર ખરાબ આત્માની નકારાત્મક અસર હોય તો આ મંદિરમાં આવીને તેને દૂર કરવામાં આવે છે, માત્ર હનુમાનજીના દર્શન માત્રથી જ એ વ્યક્તિ એ બધી નકારાત્મક અસરમાથી મૂકત થાય છે ને તેના જીવનમાં સુખી થાય છે.

એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના ગોપાલનંદ સ્વામી દ્વારા આ ગામના લોકોના કષ્ટ દૂર કરવા માટે જ કરી હતી. એક સમય એવો હતો કે આ ગામમાં કોઈ વ્યક્તિ કે સાધુ સંતો આવવા માટે રાજી પણ ન હતા. એવા સમયમાં વાધા ખાચરની વાત સાંભળીને ગામજનોના કલ્યાણ માટે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

Image Source

આજે આ ગામમાં રોજ પાંચ હજારથી પણ વધારે લોકો માત્ર દર્શન કરવા માટે આવે છે. જ્યારે શનીવાર કે મંગળવાર હોય ત્યારે અહી આવનાર ભક્તોની સંખ્યા ત્રણ ગણી વધી જાય છે.

સાળંગપુર ગામમાં આ હનુમાન મંદિરના પરિસરમાં વિશાળ સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. એ ઉપરાંત આ મંદિર દર્શન કરવા આવતા લોકોનું મુખ્ય આકર્ષણ નારાયણ કુંડ રહે છે ને સારંગપુર ગામથી થોડે દૂર કુંડળ સ્વામિનારાયણ ધામ આવેલું છે. જે પર્યટન સ્થળ તરીકે પણ ઓળખાય છે. તો તમે એક દિવસનું આયોજન બનાવી સારંગપુર અને કુંડલધામનો પ્રવાસ ગોઠવી શકો છો.

Image Source

આ મંદિરમાં તમે જયારે દાદાની મૂર્તિના દર્શન  એમના પગમાં એક સ્ત્રીને દબોચી રાખી હોવાનું દેખાશે, ત્યારે દનુમાન દાદાની આ મૂર્તિ પાછળ પણ એક ઇતિહાસ રહેલો છે.

Image Source

એવું માનવામાં આવે છે કે એક સમયે હનુમાનજી અને શનિદેવ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. હનુમાનજીથી બચવા માટે શનિદેવે છેવટે સ્ત્રી રૂપ ધારણ કર્યું, તે છતાં પણ તેઓ હનુમાનજીથી બચી શક્યા નહોતા અને હનુમાન દાદાએ પોતાના પગ નીચે દબોચી લીધા હતા જેની સાક્ષી રૂપે જ આ મૂર્તિ બિરાજમાન છે

Image Source

આ મંદિરમાં દર્શનની સાથે સાથે તેની ભવ્યતા અને કોતરણી પણ ધ્યાન ખેંચે તેવી છે. ખુબ જ ઝીણવટથી કરેલું નકશી કામ મન મોહી લે છે. બે ઘડી મંદિરમાં ઉભા રહીને જ જાને મંદિરને સતત જોયા કરવાનું જ મન થાય એવું અદભુત કામ આ મંદિરમાં કરવામાં આવેલું છે.

Image Source

જો તમે પણ સારંગપુર દર્શન કરવા માટે જવાની ઈચ્છા રાખતા હોય તો આ મંદિરની કેટલીક સુંદર સુવિધાઓ વિશે પણ તમને જણાવી દઈએ.

Image Source

આ મંદિરની અંદર આવનાર તમામ ભાવિક ભક્તો તેમજ  સાધુ-સંતો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ છે સાથે સાથે સવારે ચા-નાસ્તાની ઓણ સેવા આપવામાં આવે છે.

Image Source

આ મંદિરની અંદર જ આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર પણ આવેલું છે.

Image Source

જે શ્રદ્ધાળુઓ આ મંદિરમાં રાત્રી રોકાણ કરવા માંગતા હોય તેમના માટે પણ વિશાળ ધર્મશાળાની સુવિધા પણ કરવામાં આવી છે. મંદિરની ધર્મશાળામાં 180 જેટલી એ.સી અને 350 જેટલી નોન એ.સી. રૂમ ઉપલબ્ધ છે જેનું ભાડું 200 થી લઈને 1200 રૂપિયા સુધીનું છે.

Image Source

ધર્મશાળાની અંદર આગાઉથી બુકીંગ કરીને જવાની કોઈ વ્યવસ્થા નથી. પરંતુ એટલી મોટી ધર્મશાળા છે કે ત્યાં તમને રૂમ મળી જ રહેશે.

Image Source

કમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો, તમારી પર જરૂર કૃપા થશે

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.