હેલ્થ

સરગવા ખાવાથી કેટલીક બીમારીઓ દૂર થાય છે, તેના ફાયદાઓ જાણીને ચોકી જશો…

સરગવા વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. સરગવાનો ઉપયોગ ઘરે શાક બનાવવા થયા છે. સરગવો ખવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે તેથી તે બધાને ભાવે છે, પરંતુ આ સરગવો અને તેના ઝાડ સ્વસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સરગવામાં પ્રોટીન, એમિનો એસિડ, બીટા કેરોટીન અને જાત-જાતના પોષક તત્વો હોય છે. સરગવાના તાજા પાન અથવા તેનો પાઉડર કરીને શાકમાં નાખવામાં આવે છે.

Image Source

સરગવાના ફૂલ,ફળ. અને પાનમાં એટલું પોષણ છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના માર્ગદર્શનથી દક્ષિણ આફ્રિકામાં કેટકલ દેશોમાં કુપોષણથી જુજતા લોકોને ભોજનમાં સરગવાનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. તમારા ડાયેટમાં સરગવાના શાકનો સમાવેશ કરવો જોઈએ. આર્યુવેદમાં 300 રોગોના સારવાર માટે સરગવાનો ઉપયોગ કરવામાં એવે છે.

સૂપ,કઢી, સંભાર જેવી વસ્તુમાં સરગવાનો ઉપયોગ થઈ છે. સરગવાનો સૂપ તેના પાન, ફૂલો, અને રેશાવાળા બીજ માંથી બનાવવામાં આવે છે. સરગવાના બીજ માંથી સરગવાનું તેલ પણ બનાવવામાં આવે છે. સરગવાના પાન અને મૂળ માંથી આર્યુવેદીક દવાઓ બનાવવા માટે ઉપયોગ થયા છે. સરગવામાં ખુબ જ પોષણ હોય છે તેથી તે આપણે કેટલીક બીમારીઓથી રક્ષણ આપે છે અને શરીરના અંગોને મજબૂત પણ કરે છે.

ચાલો જાણીએ સરગવાના ફાયદા:

1.હાડકાં મજબૂત કરે :

Image Source

સરગવામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે તે હાડકાં મજબૂત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત સરગવામાં આર્યન, મેગ્નીશિયમ અને સિલિયમ હોય છે.

2.કેન્સરના ઈલાજ માટે :

સરગવાનો ઉપયોગ ભોજન કરતા દવામાં વધારે થાય છે. સરગવાના મૂળમાં પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે અને તેમાં હાઈટોકેમિકલ કંપાઊન્ડ અને એલ્કોનાઈડ મળે છે. એક સ્ટડીમાં જોવા મળ્યું કે સરગવાના મૂળ અંડાશયના કેન્સરના ઉપચાર માટે ખુબ જ પ્રભાવિત હોય છે.

3. માથાનો દુખાવો દૂર કરે:

Image Source

સરગવાના પાનની પેસ્ટ ઘા પર લગાડવામાં આવે છે અને તેનો શાકમાં ઉપયોગ કરવાથી માથાના દુખાવામાં રાહત આપે છે અને આંખોની રોશની પણ તેજ થાય છે.

4. વિટામિન સી:

સરગવામાં વિટામિન સીનું પ્રમાણ ખુબ જ હોય છે. વિટામિન સી શરીરના કેટલાક રોગો સામે રક્ષણ આપે છે. સરગવા ખાસ કરીને શરદી-ઝુકામમાં રાહત આપે છે. જો શરદીના લીધે નાક બંધ થઇ ગયું હોય તો સરગવાને પાણીમાં ઉકાળી તેની વરાળ લઇ શકાય. તેનાથી નાક-કાન ખુલ્લા થઇ જશે.

5. હાઈ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરે:

હાઈ બ્લડ પ્રેશરના દર્દીને સરગવાના પાનનો રસ નીકળી તેનો કાળો બનાવીને પીવડાવવાથી તેને ફાયદો થશે. સાથે સાથે ઉલ્ટી અને ચક્કરમાં પણ ફાયદો થશે.

6. વધતી ઉમર અટકાવે:

સરગવામાં વિટામિન એ હોય છે જે પ્રાચીન સમયથી જ સુંદરતા વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જો તમે સરગવાનું શાક કાયમ ખાવાનું ચાલુ કરો તો તમારે ઉંમર જલ્દી નહીં વધે.

7. વજન ઘટાડવામાં ઉપયોગી:

Image Source

સરગવાના ઉપયોગથી તમે વજન ઘટાડી શકો છો. તેમાં એન્ટિબાયોટિક અને પેનકિલરના ગુણ હોય છે અને તે સુજાનના દુખાવાને દૂર કરે છે. સરગવાનું શાક ખાવાથી ઇજાગ્રસ્થ કોશિકાઓના સરખી કરવામાં મદદ રાકે છે

8.પાચન ક્રિયામાં ફાયદો:

વિટામિન બી કોમ્પલેક્સ, ફોલિક એસિડ, પઇરિડોક્સિન સરગવાના પાનમાં ભરપૂર પ્રમાણમાં મળે છે. આ બધા તત્વો ખોરાક પચવામાં અગત્યનો ભાગ ભજવે છે. સરગવાના પાનમાં રહેલા વિટામિન પાચન ક્રિયાને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. તેના સૂકા પાનના પાઉડરનો ઉપયોગ ગરમ પાણી લઇ શકાય છે.

9.લોહી સાફ કરે:

તમે સરગવાનો સૂપ બનાવીને પીવું જોઈએ. તેનાથી શરીરમાં લોહી સાફ થયા છે. પિમ્પલ જેવી તકલીફ ત્યારે જ સારી થશે જ્યારે તમારું લોહી સાફ હશે.

10.ગર્ભવતી મજિલઓ માટે:

Image Source

ડોક્ટર સરગવાનો જ્યુસ ગર્ભવતી મહિલાને આપવાની સલાહ આપે છે. તેનાથી ડિલિવરીમાં થતી તકલીફમાં રાહત મળે છે અને ડિલિવરી પછી માતાને તકલીફ ઓછી થયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks