સારાએ કહ્યુ હતું લગ્ન કરીશ તો આ વ્યક્તિ સાથે, ઘણા હેન્ડસમ અને ચાર્મિંગ છે સારાના દૂરના મામા

સારાએ કહ્યુ લગ્ન કરીશ તો માત્ર મામા સાથે જ, ઘણા હેન્ડસમ અને ચાર્મિંગ છે સારા અલી ખાનના મામા

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાને ઘણા ઓછા સમયમાં પોતાનું નામ કમાવી લીધુ છે. આ સાથે જ તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે સારા અલી ખાને એકવાર કંઇક એવું કહી દીધુ હતુ કે જેના કારણે હંગામો મચી ગયો હતો અને તેની વાત સાંભળી બધા હેરાન રહી ગયા હતા. એ વાત તો બધા જ જાણે છે કે સારા અલી ખાન બોલિવુડના નવાબ સૈફ અલી ખાનની દીકરી છે. થોડા વર્ષ પહેલા એટલે કે લગભગ વર્ષ 2018માં સારા અલી ખાન તેના પિતા સૈફ અલી ખાન સાથે કોફી વિથ કરણના શોમાં ગઇ હતી.

આ દરમિયાન કરણ જોહરે સારા અલી ખાનને પૂછ્યુ હતુ કે તે કોના સાથે લગ્ન કરવા માંગે છે તો તેણે કહ્યુ હતુ કે તે રણબીર કપૂર સાથે લગ્ન કરવા માંગે છે. આ ઉપરાંત તેણે કહ્યુ હતુ કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા માંગે છે. સારા અલી ખાને તેના પિતા સૈફ અલી ખાન સામે રણબીર કપૂર સાથે લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરી હતી. સારા અલી ખાનની આ ઇચ્છા જાણી સૈફ અલી ખાન પણ ચોંકી ગયા હતા.

સારા અલી ખાન અને સૈફ અલી ખાન શો ‘કોફી વિથ કરણ’માં ગેસ્ટ તરીકે ગયા હતા. ત્યાં કરણ જોહરે સૈફને પૂછ્યું કે સારા માટે તેને કેવો છોકરો પસંદ છે. સૈફ અલી ખાન જવાબ આપી રહ્યો હતો કે ત્યારે જ સારાએ કહ્યુ કે તે રણબીર કપૂર સાથે લગ્ન કરવા માંગે છે અને કાર્તિક આર્યનને ડેટ કરવા માંગે છે. જેના પર સૈફ અલી ખાન કહે છે કે જો તેની પાસે પૈસા છે તો તે તેમને લઈ જઇ શકે છે.

તમને જણાવી દઈએ કે સારા અલી ખાનના પિતા સૈફ અલી ખાને કરીના કપૂર સાથે બીજા લગ્ન કર્યા છે. રણબીર કપૂર કરીના કપૂરનો ભાઈ છે. આ સંબંધથી રણબીર કપૂર સારા અલી ખાનના મામા લાગે છે. સારા અલી ખાન હાલમાં કોઈની સાથે રિલેશનશિપમાં નથી. તે અત્યારે પોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહી છે. એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે.

Shah Jina