મનોરંજન

પોતાની સૌતેલી માતાના ભાઈ સાથે લગ્ન કરવા માંગે છે સારા અલી ખાન, કહી દીધી આ વાત

બોલીવુડ એક્ટર રણબીર કપૂર એટલો ક્યૂટ છે કે તેને બધી જ છોકરીઓ ડેટ કરવા માંગતી હોય છે. રણબીર કપુર સાથે બધી જ યુવતીઓ લગ્ન કરવા માંગે છે. બૉલીવુડ એક્ટ્રેસ પણ આ રણબીર કપૂર સાથે લગ્ન કરવા ઈચ્છે છે. સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને ખુદે કબૂલ કર્યું હતું કે, તે રણબીર કપૂર સાથે ડેટ કરવા નથી માંગતી પરંતુ તેની સાથે લગ્ન કરવા માંગે છે. બાદમાં સારા અલી ખાને તેનું નિવેદન બદલી નાખ્યું હતું.

Image source

બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન બહુ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તેની પહેચાન બનાવી લીધી છે. સારા અલી ખાને તેની મહેનત અને ખુબસુરતી માટે લોકોની વચ્ચે ઓળખવામાં આવે છે. સારાએ અત્યાર સુધીમાં જેટલી ફિલ્મ કરી છે તે બધી ફિલ્મમાં તેની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી છે. સારા અલી ખાન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. સારા સોશિયલ મીડિયામાં તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે.

Image source

જણાવી દઈએ કે, સારા અલી ખાન ડેબ્યુ દરમિયાન 2018માં પ્રમોશન દરમિયાન પિતા સૈફ અલી ખાન સાથે કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં પહોંચી હતી. આ શોમાં સારાએ તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને જોડાયેલા રાજ શેર કર્યા હતા. આ શોમાં કરણ જોહરએ સારા અલી ખાનને પર્સનલ સવાલ પૂછી લીધો હતો. જેનો જવાબ સારાએ ડર્યા વગર આપ્યો હતો.

Image source

કરણ જોહરે પૂછ્યું હતું કે, તે રણબીર અને કાર્તિકમાંથી કોની સાથે લગ્ન કરવા માંગશે અને ડેટ કરવા માંગશે ? આ પર સારાએ જવાબ આપ્યો હતો કે, તે રણબીર કપૂર એટલે કે સૌતેલી માતા કરીનાના ભાઈ સાથે લગ્ન કરવા માંગે છે. વધુમાં કહ્યું હતું કે, રણબીર કપૂરને ડેટ કરવા નથી માંગતી પરંતુ લગ્ન કરવા માંગે છે. આ સમય દરમિયાન જ્યારે કરણ જોહરે સારાને પૂછ્યું કે તે કોની સાથે ડેટ પર જવા માંગે છે, ત્યારે તેણે જવાબમાં કાર્તિક આર્યનનું નામ લીધું.

Image source

આ દરમિયાન કરણ જોહરે સૈફ અલી ખાનને પૂછ્યું કે તે સારાના બોયફ્રેન્ડને શું પ્રશ્નો પૂછશે, પછી તેણે કહ્યું કે હું તેમને રાજકીય દ્રષ્ટિકોણ અને ડ્ર વિશે પ્રશ્નો પૂછીશ. જોકે, સારાને જે પણ છોકરા ગમશે તેની સાથે લગ્ન કરાવવામાં અમને વાંધો નથી. સૈફે વધુમાં કહ્યું કે, જે યુવક મારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે તેની પાસે પૈસા હોવા જોઈએ. જણાવી દઈએ કે, હાલમાં રણબીર કપૂર આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. ખબર મળી રહી હતી કે, રણબીર અને આલિયા લોકડાઉનમાં સાથે રહ્યા છે. આલિયા-રણબીરના લગ્નના સમાચારો પણ ઘણી વખત સામે આવ્યા છે. સારાની વાત કરવામાં આવે તો સારા થોડા સમય પહેલા સુધી કાર્તિક આર્યનને ડેટ કરી રહી હતી. સારા અને કાર્તિકની લવ સ્ટોરીની પણ ખૂબ ચર્ચા થઈ હતી.