અંજલી તેંડુલકર અને તેની પુત્રી સારા તેંડુલકર મુંબઈમાં થયા સ્પોટ, માતા અને પુત્રીને જોઈને કંફ્યુઝ થયા ચાહકો

કોણ મમ્મી છે અને કોણ દીકરી? 7 PHOTOS જોઈને અક્કલ કામ નહિ કરે

ક્રિકેટના ભગવાન મનાતા સચિન તેંડુલકરની પત્ની અંજલી તેંડુલકર અને પુત્રી સારા તેંડુલકર તાજેતરમાં મુંબઈમાં જોવા મળ્યા હતા. આ દરમ્યાન તેમની કેટલીક સુંદર તસવીરો વાયરલ થઇ રહી છે.

પુત્રી સારા સાથે અંજલી પણ આ સમય દરમ્યાન ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેવામાં ચાહકોને પુત્રીને ઓળખવામાં મુશ્કેલી થઇ રહી હતી. અંજલી તેંડુલકર આ દરમ્યાન બ્લેક કલરના વન પીસ ડ્રેસમાં જોવા મળી હતી. તેમજ સારાની વાત કરીએ તો સારા રિપ્ડ જીન્સમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. કોરોનાને કારણે બંનેએ માસ્કથી પોતાનો ચહેરો ઢાંકેલો હતો. એટલે ચાહકોને ઓળખવામાં મુસેલી પડી હતી હતી કે કોણ અંજલી તેંડુલકર છે અને કોણ સારા તેંડુલકર.

સારા અને અંજલીની આ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે સારા અંજલી અને સચિનની મોટી પુત્રી છે. સારાને એક નાનો ભાઈ પણ છે જેનું નામ અર્જુન તેંડુલકર છે.

તમને જણાવી દઈએ કે થોડા વર્ષો પહેલા 22 વર્ષીય સારાના પણ બોલીવુડમાં આવવાના સમાચાર હતા. એવું કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં તે એક ફિલ્મ સાઇન કરવા જઇ રહી છે જેમાં તેનો હીરો શાહિદ કપૂર હશે. જોકે તેમના પિતા સચિને તરત જ આ અહેવાલોને નકાર્યા હતા અને તેને અફવા ગણાવી હતી.

સારા વ્યવસાયે ડોક્ટર છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એટલા માટે તેની ફેન લિસ્ટ પણ દિવસે ને દિવસે વધી રહી છે. તમને જણાવી દઈએ કે સારા મોટાભાગે લાઈમલાઈટથી દૂર રહે છે. સારાને ઇન્સ્ટાગ્રામ પર 1.2 મિલિયન લોકો ફોલો કરે છે અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ લાખો લોકો ફોલો કરે છે. સારાના દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે.

સારાએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને લંડન યુનિવર્સિટી કોલેજમાંથી મેડિસિનની ડિગ્રી મેળવેલી સારા કેનેડિયન ગાયક જસ્ટિન બીબરની મોટી ચાહક છે. આ વાતનો ખુલાસો 2013માં થયો હતો જ્યારે જસ્ટિને પોતે એક ઇન્સ્ટાગ્રામ વીડિયો શેર કર્યો હતો અને સારાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

Patel Meet