મનોરંજન

સારા તેંડુલકરની ડેટ નાઈટની તસવીર થઇ વાયરલ, જાણો કોણ છે એ વ્યક્તિ જેણે સારાનો હાથ પકડેલો છે

ફક્ત 24 ની ઉંમરમાં સચિનની લાડલીએ તોડી બોલ્ડનેસની હદ, કોની જોડે ચાલી રહ્યું છે ઇલુ ઇલુ ?

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. થોડા સમય પહેલા સારા ડેટ નાઈટ પર ગઈ હતી જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરો જોયા બાદ ચાહકો સારાના દિવાના બની ગયા છે.

સારાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતા લખ્યું હતું કે, ‘સ્પેશિયલ ડેટ નાઈટ.’ સારા તેંડુલકરનું નામ ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ સાથે જોડાયેલું છે. સામાન્ય રીતે સારા લાઈમ લાઈટથી દૂર રહે છે પરંતુ જ્યારે પણ તે મીડિયા સામે આવે છે ત્યારે તે દિલ જીતી લે છે.

તસવીર પોસ્ટ થયા બાદથી ખૂબ જ ચર્ચામાં છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ રહી છે. સારા તેંડુલકરે બોલિવૂડ સિંગર કનિકા કપૂર સાથે એક તસવીર શેર કરી છે જેમાં તે તેનો હાથ પકડેલી જોવા મળી રહી છે. કનિકા કપૂરે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર આવી જ તસવીર શેર કરી છે.

જણાવી દઈએ કે સારા તેંડુલકર અને કનિકા કપૂર ખૂબ જ ખાસ મિત્રો છે. બંને ઘણીવાર સાથે જોવા મળતા હોય છે. તાજેતરમાં સારા અને કનિકા લંડનમાં સાથે જોવા મળ્યા હતા. સારા તેંડુલકર તસવીરમાં ઓલ બ્લેક લુકમાં નજર આવી રહી છે. અને ઓલ બ્લેકમાં સારા ખુબ જ સુંદર લાગી રહી છે. સારા તેંડુલકરની ફેશન સેન્સ ખૂબ જ પરફેક્ટ છે. સારાનું સ્મિત તેની સુંદરતામાં વધારો કરી રહી છે.

સારાએ હાલમાં જ લંડનમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. તે બોલિવૂડમાં આવશે કે અન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દી બનાવશે તે અંગે કંઈ કહી શકાય નહીં. જોકે ચાહકોનું કહેવું છે કે જો સારા બોલિવૂડમાં આવશે તો તે મોટી અભિનેત્રીને મ્હાત આપી શકે છે.

જણાવી દઈએ કે સારા તેંડુલકરનું નામ શુભમન ગિલ સાથે જોડવામાં આવ્યું છે. સારા અને શુભમન ગિલ ઘણીવાર ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે. જો કે બંનેમાંથી કોઈએ સત્તાવાર રીતે તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. સારા તેંડુલકરે તેના પહેલા પ્રેમનો ખુલાસો કરીને સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી.

સારાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં તેની માતા સાથે જોવા મળી હતી. આ સારાની બાળપણની તસવીર હતી. તસવીરમાં સારા તેની માતાના ખોળામાં બેઠેલી જોવા મળી હતી. તસવીર શેર કરતી વખતે સારાએ લખ્યું હતું કે’ ‘ઘર એ જ છે જ્યાં મારી માતા છે. મારી માતાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ.’ તે મારી બેસ્ટ મિત્ર છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું.