સચિન તેંદુલકરની દીકરી સારાએ શેર કરી સ્પેશિયલ ડેટ નાઇટની તસવીર, આ વ્યક્તિનો હાથ થામેલી જોવા મળી સચિનની લાડલી

ક્રિકેટના ભગવાન સચિનની દીકરીનું કોની જોડે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે? જુઓ કોના હાથમાં હાથ નાખ્યો

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર આજે પણ કરોડો દિલો પર રાજ કરે છે. સચિન સાથે તેની પુત્રી સારા તેંડુલકર પણ લોકોના દિલ અને દિમાગ પર રાજ કરે છે. સચિન તેંડુલકરની પુત્રી દરરોજ હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તેણે પોતે ડેટ નાઈટની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં સારા તેંડુલકર કોઈનો હાથ પકડેલી જોવા મળી રહી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર હંમેશા તેના ખૂબસૂરત લુક સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે.

સારાએ તેના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરી શેર કરતા સારા તેંડુલકરે લખ્યું, “સારા તેંડુલકરની ડેટ નાઈટ”. સારા તેંડુલકરે બોલિવૂડ સિંગર કનિકા કપૂર સાથે એક તસવીર શેર કરી છે, જેમાં તે તેનો હાથ પકડેલી જોવા મળી રહી છે. કનિકા કપૂરે પણ તેના એકાઉન્ટ પર આવી જ તસવીર શેર કરી છે. તમને જણાવી દઈએ કે સારા તેંડુલકર અને કનિકા કપૂર ખૂબ જ ખાસ મિત્રો છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. તાજેતરમાં સારા અને કનિકા લંડનમાં સાથે જોવા મળી હતી. આ પહેલા સારાએ પોતાના પ્રેમનો ખુલાસો કરીને હેડલાઈન્સ બનાવી હતી.

તમને જણાવી દઈએ કે સારા તેંડુલકરનું નામ શુભમન ગિલ સાથે જોડાયેલું છે. સારા અને શુભમન ગિલ ઘણીવાર ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. જો કે બંનેમાંથી કોઈએ સત્તાવાર રીતે તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. અભિનેતા કાર્તિક આર્યને સારા તેંડુલકરના બાલ્કનીના ફોટા પર કમેન્ટ કરી ત્યારે તેની ખૂબ ચર્ચા થઈ હતી. સારાના ચાહકો તેની તસવીરો અને વીડિયો પર ટિપ્પણી કરતા રહે છે અને તેને બોલિવૂડમાં આવવાની સલાહ આપતા રહે છે.

સચિન તેંડુલકરની પુત્રીનું નામ સારા અને પુત્રનું નામ અર્જુન છે. IPLની છેલ્લી સિઝનમાં અર્જુન મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. સારા ઘણીવાર પિતા સાથે આઇપીએલ મેચ જોવા આવતી હોય છે. સચિન સારાને પોતાની ખૂબ જ નજીક માને છે. સારાનું નામ સચિનના નામ પર જ રાખવામા આવ્યુ છે.

સચિન તેંદુલકર અને અંજલિ તેંદુલકરની દીકરીનો જન્મ 12 ઓક્ટોબર 1997માં મુંબઇમાં થયો હતો. તેણે વર્ષ 2018માં લંડનથી મેડિસિનમાં ગ્રેજયુએશન કર્યુ છે. જો કે, તે બાદ પણ એવી અફવા ફેલાઇ હતી કે તે બોલિવુડમાં તેનું કરિયર શરૂ કરશે. આ વાતને સારાના પિતા સચિન તેંદુલકરે નકારી દીધી છે.

સારાની ખૂબસુરતી કોઇ બોલિવુડ સ્ટારથી ઓછી નથી. સ્ટાર કિડ હોવા છતાં તે લાઇમલાઇટથી દૂર રહે છે. તે પિતાની જેમ ખૂબ જ શાંત સ્વભાવની છે. સારાને ઘણીવાર બોલિવુડની મોટી પાર્ટીઓમાં સ્પોટ કરવામા આવે છે.

Shah Jina