તમારો દિવસ બનાવી દેશેસચિન તેંડુલકરની લાડલીની આ ક્યુટ તસવીરો, યલો ડ્રેસમાં કરાવ્યુ સુંદર ફોટોશૂટ

સચિનની લાડલી દીકરી તો બૉલીવુડ હિરોઇનોને ફિક્કી પાડી દે એવી છે, જુઓ નવી તસ્વીરોમાં ખુબસુરત અંદાજ

ભારતના મહાન ક્રિકેટર સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સારા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોને ચાહકો ઘણી પસંદ કરે છે. હવે સારાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સચિન તેંદુલકની લાડલી સારા અવાર નવાર હેડલાઇન્સમાં રહે છે. સારા તેંદુલક તેની ફેશન સેન્સ ઉપરાંત તેની સુંદરતાના કારણે પણ ચર્ચામાં છે. એવા અહેવાલ છે કે તે ટૂંક સમયમાં બોલીવુડમાં તેની સફર શરૂ કરવા જઈ રહી છે.

બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા જ સારા તેંદુલકની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. આ જ કારણ છે કે તેની તસવીરો અને વીડિયો વારંવાર વાયરલ થતા રહે છે. સારાએ યલો ડ્રેસમાં ખૂબસુરત ફોટોશૂટ કરાવ્યુ છે. તે આ તસવીરોમાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. તેણે આ લુક સાથે કાનમાં મોટી બુટ્ટી પણ પહેરી છે. આ સમગ્ર લુકમાં સારા તેંદુલકરની સુંદરતા જોવાલાયક છે. આ તસવીરો શેર કરતાં સચિનની પુત્રીએ કેપ્શનમાં લખ્યું, ‘એક પ્રિંસેસ જેવી ફીલિંગ.’

સારાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઉપરાંત સારાએ સફેદ ડ્રેસમાં પણ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે બલાની સુંદર લાગી રહી છે. આ તસવીરો સારાએ વિઝ્યુઅલની પાછળ શેર કરી છે. બેકગ્રાઉન્ડમાં અલી ઝફરનું ગીત પણ વાગી રહ્યું છે. સારા તેંદુલકર આ ફોટામાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને તે હસતી જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, સારાએ તાજેતરમાં મોડલિંગમાં ડેબ્યુ કર્યું છે. તે સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરતી રહે છે.

સારાને ટ્રાવેલ કરવાનું પસંદ છે. તે દુનિયાભરમાં ફરતી રહે છે. તેણે ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, ઈન્ડોનેશિયા, દુબઈ સહિત અનેક દેશોનો પ્રવાસ કર્યો છે. સારાએ પોતાનો અભ્યાસ પણ લંડનથી કર્યો છે. હાલ તે મુંબઈમાં રહે છે. ઉલ્લેખનીય છે કે, IPLની ઘણી મેચો દરમિયાન સારા ભાઈ અર્જુન તેંડુલકર અને મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરવા સ્ટેડિયમ પણ પહોંચે છે. તેને આશા હતી કે તેનો ભાઈ ડેબ્યૂ કરશે, પરંતુ તે થઈ શક્યું નહીં. સારા થોડા સમય પહેલા જ ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળી હતી.

તેણે મરાઠી સાડી પહેરી હતી અને બિંદી તેમજ જ્વેલરી પહેરીને પરંપરાગત રીતે પોશાક પહેર્યો હતો. સચિનનો પરિવાર એક સંબંધીના લગ્નમાં ગયો હતો. આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી, જેમાં સારા ખૂબ જ સુંદર લાગી રહી હતી. સારા તેંદુલકરે પણ આ લગ્નમાં કલશ લઈને કેટલીક ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે આ લગ્ન તેમના કોઈ નજીકના સંબંધીના હતા. આ લગ્નમાં સારા સંપૂર્ણ રીતે પરંપરાગત મરાઠી સ્ટાઈલમાં સજ્જ હતી. તેના ઘરેણાંથી લઈને ગજરા અને સાડીઓ સુધીની દરેક વસ્તુમાં મરાઠી શૈલી દેખાતી હતી. તે પહેલીવાર સાડીમાં જોવા મળી હતી.

Shah Jina