સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર જાપાની રેસ્ટોરન્ટમાં મિત્રો સાથે થઇ સ્પોટ, જોવા મળ્યો દિલકશ અંદાજ

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિનની લાડલી થઇ સ્પોટ, ફેન્સ બોલ્યા ગજબ દેખાય છે…બોલીવુડની હીરોઇનો ટૂંકી પડે

ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર લાઇમલાઇટથી દૂર રહે છે,  પરંતુ તેની ખબરો બનતી રહે છે.સારા ઘણીવાર પિતા સાથે આઇપીએલ મેચ જોવા આવતી હોય છે. સચિન સારાને પોતાની ખૂબ જ નજીક માને છે. સારાનું નામ સચિનના નામ પર જ રાખવામા આવ્યુ છે.ભારતના મહાન ક્રિકેટર સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે.

ઘણીવાર તેને જોઇને ચાહકોને લાગે છે કે, તે બોલિવુડમાં પગ મૂકશે. પરંતુ એવું નથી. સચિન તેંદુલકર અને અંજલિ તેંદુલકરની દીકરીનો જન્મ 12 ઓક્ટોબર 1997માં મુંબઇમાં થયો હતો. તેણે વર્ષ 2018માં લંડનથી મેડિસિનમાં ગ્રેજયુએશન કર્યુ છે. જો કે, તે બાદ પણ એવી અફવા ફેલાઇ હતી કે તે બોલિવુડમાં તેનું કરિયર શરૂ કરશે. આ વાતને સારાના પિતા સચિન તેંદુલકરે નકારી દીધી છે.

સારાને હાલમાં જ જાપાની રેસ્ટોરન્ટ બહાર એક મિત્ર સાથે સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. સારાના લુકની વાત કરીએ તો, તેણે વ્હાઇટ બોડીકોન ટોપ પહેર્યુ હતુ અને ડાર્ક પર્પલ લેગિંગ પહેંર્યુ હતુ. આ સાથે તેણે હાથમાં પર્સ કેરી કર્યુ હતુ અને પગમાં સેન્ડલ પહેર્યા હતા. આ દરમિયાન સારા અને તેના મિત્રએ બંનેએ કોરોનાને ધ્યાને રાખી સેફ્ટી માટે માસ્ક કેરી કર્યુ હતુ.

સારાની ખૂબસુરતી કોઇ બોલિવુડ સ્ટારથી ઓછી નથી. સ્ટાર કિડ હોવા છતાં તે લાઇમલાઇટથી દૂર રહે છે. તે પિતાની જેમ ખૂબ જ શાંત સ્વભાવની છે. સારાને ઘણીવાર બોલિવુડની મોટી પાર્ટીઓમાં સ્પોટ કરવામા આવે છે.સારા અંબાણી પરિવારની પાર્ટીઓમાં અનેક વાર જોવા મળે છે.

સારાને સચિન સાથે તેમની ઓટોબાયોગ્રાફીના લોન્ચિંગ ઇવેન્ટમાં પણ સ્પોટ કરવામાં આવી હતી.સારા તેના ડ્રેસિંગ સેન્સ અને સાદગીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તમને જણાવી દઇએ કે, સારાને એક નાનો ભાઇ છે જેનું નામ અર્જુન તેંદુલકર છે. સારા અને અર્જુનની બોન્ડિંગ ખૂબ જ ક્યુટ છે.

સારાના રિલેશનશિપની વાત કરીએ તો, તેનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડવામાં આવે છે. આ એ માટે કારણ કે સારા તેંદુલકર કેટલાક પસંદગીતા લોકોને જ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે, જેમાં શુભમન ગિલ અને તેની બહેન પણ સામેલ છે. જો કે, આની પુષ્ટિ હજી સુધી સારા કે શુભમને કરી નથી.

Shah Jina