ક્રિકેટના ભગવાન સચિનની લાડ્લીનું આની જોડે ચાલી રહ્યું છે ચક્કર? જુઓ
સ્ટાર્સના બાળકો ખૂબ જ ચર્ચાનો વિષય હોય છે. પરંતુ જો ક્રિકેટની વાત કરવામાં આવે તો, સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર લાઇમલાઇટથી દૂર રહે છે. પરંતુ તેની ખબરો બનતી રહે છે. સારા ઘણીવાર પિતા સાથે આઇપીએલ મેચ જોવા આવતી હોય છે.
ભારતના મહાન ક્રિકેટર સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. ઘણીવાર તેને જોઇને ચાહકોને લાગે છે કે, તે બોલિવુડમાં પગ મૂકશે. આ વાતને સારાના પિતા સચિન તેંદુલકરે નકારી દીધી છે.
સારા 23 વર્ષની છે અને તે લાઇમલાઇટથી દૂર રહે છે. પરંતુ જયારે પણ તે પરિવાર સાથે કોઇ ઇવેન્ટમાં જોવા મળે ત્યારે તેના ફેશન સ્ટેટમેન્ટ ઘણા જ ચર્ચામાં રહે છે. સારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. તમને જણાવી દઇએ કે, તેના 1.3 મિલિયન ફોલોઅર્સ છે.
ટીમ ઇંડિયાના યુવા ખેલાડી શુભમન ગિલ ઇજાને કારણે ઇંગ્લેન્ડ સીરીઝથી બહાર થઇ ગયા છે. ગિલ જેટલા ફેમસ તેમની બલ્લેબાજી માટે છે તેટલા જ તે તેમના લુક્સને કારણે અને રિલેશનશિપ સ્ટેટસને કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે. સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર સાથે શુભમન ગિલનું નામ જોડવામાં આવી રહ્યુ છે.
શુભમન ગિલ અને સારા તેંદુલકર ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરે છે. એટલું જ નહિ તેઓ એકબીજાને પરિવારને પણ ફોલો કરે છે. જો શુભમન ગિલ સારા તેંદુલકરના પરિવારના સભ્યોને ફોલો કરે છે તો તે વાત ચોંકાવનારી નથી. પરંતુ સારાનુ શુભમનની બહેનોને ફોલો કરવુ એ બીજી વાત પર ઇશારો કરે છે. સારા ઇન્સ્ટાગ્રામ પર શુભમન ગિલની બહેન સેહનિલ ગિલને ફોલો કરે છે.
સારા અને શુભમને ભલે તેમના રિલેશન પર કોઇ ટિપ્પણી કરી નથી પરંતુ બંને સોશિયલ મીડિયા પરથી કંઇને કંઇ કમેન્ટ કરતા રહે છે. બંનેના અફેરની પણ ખબરો ઉડી છે. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાના પોસ્ટ પર કમેન્ટ કરી હતી.
હાલમાં જ સારા તેંદુલકર અને ક્રિકેટર શુભમન ગિલની ડેટિંગની ઘણી ચર્ચા ઉડી હતી. જો કે, શુભમને કેટલાક દિવસ પહેલા દાવો કર્યો હતો કે તે સિંગલ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લોકો સાથે સવાલ જવાબ સેશન કરી સિંગલ હોવાની વાત કહી હતી.

ક્રિકેટના ભગવાન ગણાતા ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર હાલમાં ખુબ જ ચર્ચામાં આવી ગઈ છે અને ચર્ચામાં આવવાનું કારણ પણ ક્રિકેટ છે. કોલકત્તા નાઈટ રાઈડર્સના બેટ્સમેન શુભમન ગિલના સંબંધોને હવે હવા મળી રહી છે.
સારા અને શુભમન ગિલના સંબંધોને હવા મળવાનું કારણ એવું છે કે સારાએ IPL2020 દરમિયાન ઇન્સ્ટાગ્રામની અંદર એક નાની વિડીયો કલીપ શેર કરી છે. જેના કારણે આ અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. સારાએ જે વિડીયો શેર કર્યો છે તેમાં શુભમન ગિલ મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન સૂર્ય કુમાર યાદવના શોટને છલાંગ મારીને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
આ પોસ્ટને સારાએ દિલના ઈમોજી સાથે શેર કર્યું છે. જેના કારણે આ બનેં વચ્ચે કંઈક ખીચડી રંધાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. જો કે હવે આ પોસ્ટ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં નથી. પરંતુ ચાહકોએ તેને સેવ કરી લીધી છે. જે હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે. હાલમાં જ સારા અને શુભમન ગિલે એક તસ્વીર પણ એક સરખા જ કેપશન સાથે પોતાના સોશિયલ મીડિયામાં એકાઉન્ટમાં શેર કરી હતી
સારાની ખૂબસુરતી કોઇ બોલિવુડ સ્ટારથી ઓછી નથી. સ્ટાર કિડ હોવા છતાં તે લાઇમલાઇટથી દૂર રહે છે. તે પિતાની જેમ ખૂબ જ શાંત સ્વભાવની છે. સારાને ઘણીવાર બોલિવુડની મોટી પાર્ટીઓમાં સ્પોટ કરવામા આવે છે. સારા અંબાણી પરિવારની પાર્ટીઓમાં અનેક વાર જોવા મળે છે. સારાને સચિન સાથે તેમની ઓટોબાયોગ્રાફીના લોન્ચિંગ ઇવેન્ટમાં પણ સ્પોટ કરવામાં આવી હતી.
સારા તેના ડ્રેસિંગ સેન્સ અને સાદગીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તમને જણાવી દઇએ કે, સારાને એક નાનો ભાઇ છે જેનું નામ અર્જુન તેંદુલકર છે. સારા અને અર્જુનની બોન્ડિંગ ખૂબ જ ક્યુટ છે. સારાના ફેશનની સાથે સાથે મીડિયા યુઝર્સ તેમની માસૂમિયત પર દિલ આપી બેઠા છે. સારા કોઇ બોલિવુડ અભિનેત્રીઓથી ઓછી નથી. સારાની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ સારી છે.
View this post on Instagram