સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે કરી દીધું આ મોટું કામ, ફેન્સ બોલ્યા પપ્પાનું નામ રોશન કરવા જઈ રહી છે

ખુશખબરી : સચિનના ફેન્સ થયા ખુશખુશાલ, દીકરી સારાએ એવું કામ કર્યું કે થઇ વાહ વાહી

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અવારનવાર સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે જોડાયેલી રહે છે. સારા અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર શેર કરતી રહે છે. ચાહકોને પણ તેની તસવીરો ઘણી પસંદ આવતી હોય છે. સોશિયલ મીડિયા પર ચાહકોનું લિસ્ટ પણ ઘણું મોટું છે.

ફેન ફોલોઈંગ અને લોકપ્રિયતાના મામલે સારા કોઈ સ્ટાર કિડથી ઓછી નથી. તેને સ્ટાર કિડ્સના સ્પર્ધક તરીકે પણ કહેવામાં આવેલું છે. સાથે જ સારાની સુંદરતા જોઈને ઈન્ડસ્ટ્રી અને મોડલિંગના ક્ષેત્રમાં આવવાની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. આ અટકળો વચ્ચે આખરે સારાએ મોડલિંગની દુનિયામાં પગ મૂકી દીધો છે.

તાજેતરમાં સારાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેનું પહેલું એડ શૂટ છે. વીડિયોમાં તે એક કંપનીની જાહેરાતમાં જોવા મળી રહી છે. કપડાંની બ્રાન્ડ માટે આ તેની પ્રથમ જાહેરાત છે. આ વીડિયોમાં સારા ખૂબ જ સુંદર લાગી રહી છે.

સાથે જ તે એક પરફેક્ટ મોડલ જેવી દેખાઈ રહી છે. સારાની સાથે આ એડમાં વધુ બે મોડલ પણ જોવા મળી રહી છે. તેમજ કંપનીએ સારાને લોન્ચ કરતી વખતે તેની તસવીરો પણ પોસ્ટ કરી હતી. સારાની આ સ્ટાઈલ જોઈને તેના ચાહકો તેના દિવાના થઈ ગયા છે.

સારાની પોસ્ટ પર ચાહકો સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યાં ઘણા લોકો તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી તો સાથે જ ઘણા લોકો તેને મોડલિંગની આ નવી શરૂઆત માટે અભિનંદન આપી રહ્યા છે. જ્યારે કેટલાક એવા પણ છે જે સારાના અભિનય કારકિર્દી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

આ પહેલીવાર નથી જ્યારે સારા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હોય. આ પહેલા તાજેતરમાં સારા ડેટ નાઈટ પર ગઈ હતી જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરો જોયા બાદ ચાહકો સારા પર તેમનું દિલ આપી બેઠા હતા. સારાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતા લખ્યું હતું કે, ‘સ્પેશિયલ ડેટ નાઈટ.’ મીડિયા રિપોર્ટ અનુસાર સારા તેંડુલકરનું નામ ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ સાથે જોડવામાં આવતું હોય છે.

સારાએ હાલમાં જ લંડનમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. તે મોટે ભાગે લંડનમાં રહે છે. તેમજ તેના બોલિવૂડમાં ડેબ્યૂ વિશે સ્પષ્ટપણે કંઈ કહી શકાય એમ નથી. પરંતુ જો ચાહકોનું માનીએ તો સારા બોલિવૂડમાં આવે છે તો તે મોટી અભિનેત્રીઓને મ્હાત આપી શકે છે. તેવામાં સારાની મોડલિંગની દુનિયામાં એન્ટ્રી તેના ચાહકો માટે ઈશારો બની શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Tendulkar (@saratendulkar)

Patel Meet