ક્રિકેટર સચિન તેંદુલકરની લાલડી દીકરી સારા તેંદુલકર આજે એટલે કે 12 ઓક્ટોબરના રોજ 22 વર્ષની થઇ ચુકી છે. સારા ભલે ફિલ્મોમાં જોવા મળતી ન હોય પણ તેની ચર્ચાઓ બૉલીવુડ અભિનેત્રી કરતા ઓછી નથી. એવામાં સારાના જીવન સાથે જોડાયેલો એક કિસ્સો આજે તમને જણાવીશું.
સારાના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેનો એક પાગલ આશિક તેની પાછળ પડી ગયો હતો. સચિન તેંદુલકર સહીત સારાના ફૈન્સ પણ તે સમયે હેરાન રહી ગયા હતા જ્યારે તેઓને કથિત સ્વરૂપે છેડછાડ કરનારા એક વ્યક્તિ વિશે ખબર પડી.
એવામાં મુંબઈ પોલીસે સારાને હેરાન-પરેશાન કરનારા અને તેન ધમકી આપનારા આ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. સારાના આ પાગલ આશિકનુ નામ દેવકુમાર મૈતી છે, જે સારાને વારંવાર ફોન કરીને હેરાન કરતો હતો અને તેનું અપહરણ કરી લેવાની ધમકી પણ આપતો હતો.
એવામાં પોલીસે આરોપી દેવકુમાર મૈતીની પશ્ચિમ બંગાળના મિદનાપુરથી ધરપકડ કરી લીધી છે. પોલીસને હેરાની ત્યારે લાગી જ્યારે આરોપીએ સારાને ધમકી આપવાના કારણનો ખુલાસો કર્યો હતો.

દેવકુમાર મૈતીએ લગભગ 20 વાર તેંદુલકરના ઘરે ફોન કર્યો હતો અને સારા વિશે ખોટી વાતો બોલી હતી. આ સિવાય આરોપીએ સારાનું અપહરણ કરી લેવાની ધમકી પણ આપી હતી. ધમકી મળવા પર સચિન તેંદુલકરે મુંબઈના બાન્દ્રા પોલીસ સ્ટેશન પર આરોપીના વિરોધમાં ફરિયાદ નોંધાવી હતી.
જેના પછી શોધ ખોળ શરૂ કરતા પોલીસે ફોન ટાવરના લોકેશનને ટ્રેક કરીને આરોપીની ધરપકડ કરી હતી. હાલ તેને પૂછતાછ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે આરોપી દેવકુમાર વ્યવસાયથી એક આર્ટિસ્ટ છે.
આરોપીના આધારે પોલીસે કહ્યું કે આરોપી સારાને પહેલી જ નજરમાં પ્રેમ કરી બેઠો હતો. આરોપીએ સારાને એક મેચના દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલી જોઈ હતી, ત્યારથી તેને સારા સાથે પ્રેમ થઇ ગયો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી સારા સાથે લગ્ન કરવા માંગે છે અને જો સારા લગ્ન નહિ કરે તો તે સારાનું અપહરણ કરી લેશે.
આ સિવાય પોલીસે જણાવ્યું કે આરોપી કામ માટે અમુક મહિના પહેલા મુંબઈ આવ્યો હતો અને અહીંથી જ તેને સારાનો નંબર મળ્યો હતો, જેના પછીથી તે સારાને ફોન કરીને ધમકીઓ આપવા લાગ્યો હતો.
આ સિવાય જાંચના દરમિયાન પોલીસ ત્યારે હેરાન રહી ગઈ જ્યારે તેઓને આરોપીના ઘરેથી એક ડાયરી પણ મળી હતી જેમાં તેણે સચિનની દીકરી સારા તેંદુલકરનું નામ પોતાની પત્નીના સ્વરૂપે લખ્યું હતું.
View this post on Instagram
આ સિવાય પોલીસને એ પણ જાણવા મળ્યું હતું કે આરોપી દેવકુમાર પોતાના માં-બાપને પણ હેરાન-પરેશાન કરતો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.