સતત મેચ હારતી આવેલી મુંબઈ ઇન્ડિયન્સને ચીયર કરવા માટે પહોંચી સચિન તેંડુલકરની લાડલી સારા તેંડુલકર, અર્જુનને મળ્યું નહિ ટીમમાં સ્થાન

મમ્મી અંજલિ તેંડુલકર સાથે સારા સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચી, પણ ત્યાં થયો ધબડકો

IPL 2022માં મુંબઈ ઇન્ડિયન્સને ફરી એક વખત હાર મળી છે. પાંચ વખત ચેમ્પિયન રહેલી મુંબઈને પહેલી વખત લીગમાં રમી રહેલી લખનઉ સુપર જાયન્ટ્સે 18 રનથી હરાવી દીધું હતું. મુંબઈ માટે આ સીઝનમાં બેસ્ટમેન અને બોલર્સ બંને ફેલ થઇ રહ્યા છે. આ જ કારણ છે કે ટીમને અત્યાર સુધી એક પણ જીત મળી શકી નથી. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને ચીયર કરવા માટે ટીમની માલકીન નીતા અંબાણી પણ પહોંચી હતી પરંતુ સૌથી વધારે ચર્ચા બીજા કોઈકની થઇ રહી હતી.

આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને ચીયર કરવા માટે સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સ્ટેડિયમ પહોંચી હતી. સારાની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. સારા પહેલા પણ મુંબઈ અને ભારતીય ટીમને સપોર્ટ કરવા મેદાનમાં પહોંચતી હોય છે. તેની સાથે તેની માતા અંજલિ તેંડુલકર પણ હતી. સચિન મુંબઈ ઇન્ડિયન્સના મેન્ટર છે અને અર્જુન તેંડુલકર પણ આ જ ટીમનો ભાગ છે. નિલામીની ફ્રેન્ચાઈજીએ અર્જુનને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

24 વર્ષની સારા મુંબઈ ઇન્ડિયન્સની જર્સી પહેરીને મેદાનમાં પહોંચી હતી. તેનો સ્ટેડિયમ જતાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે તેનું લક પણ મુંબઈ ઇન્ડિયન્સ માટે કામમાં આવ્યું નહિ અને ટીમની ફરી એક વખત હાર થઇ હતી. મુંબઈ અને લખનઉની મેચમાં પહેલા રિપોર્ટ આવ્યા હતા કે અર્જુનને ડેબ્યુ કરવાનો મોકો મળી શકે છે પરંતુ તેવું થયું નહિ. તે પાછળની સીઝનમાં પણ મુંબઈની ટીમનો હિસ્સો હતો.

લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના રમવાના ક્યાસ લગાવામાં આવી રહ્યા હતા પરંતુ અર્જુન તેંડુલકરને આ મેચમાં ટીમની પ્લેઈંગ 11માં શામેલ કરવામાં આવ્યો નહિ. વર્લ્ડ ક્રિકેટના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન કપૂરને IPL 2022 મેગા ઓક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સે 30 લાખમાં ખરીદ્યો હતો.

અર્જુન તેંડુલકર ઘરેલુ ટુર્નામેન્ટ્સમાં પણ મુંબઈ માટે 2 ટી-20 મેચ રમ્યો છે જેમાં તેણે 2 વિકેટ પોતાના નામે કરી હતી. ipl 2022માં મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત ખુબ જ ખરાબ રહી છે. મુંબઈને ipl 2022માં સળંગ છઠ્ઠી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Patel Meet