બોલીવુડમાં ફીમલ સ્ટારની સાથે-સાથે તેઓના બાળકો એટલે કે સ્ટાર કિડ્સ પણ ચર્ચામાં બની રહેતા હોય છે. તેમાંની જ એક છે અભિનેતા અને પટૌડી ખાનદાનના નવાબ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન. ફિલ્મ ‘કેદારનાથ’ દ્વારા સુશાંત સિંહ સાથે ડેબ્યુ કરનારી સારાની બીજી ફિલ્મ ‘સિમ્બા’ પણ ખુબ સફળ રહી હતી.
મોટાભાગે સારા પોતાની સાદગી અને સુંદરતાને લીધે ચર્ચામાં બની રહે છે. ફૈન્સ પણ સારાના આવા અંદાજને ખુબ પસંદ કરે છે. સારા દરેક મીડિયા કે ફોટોગ્રાફર્સની સાથે પણ સારી રીતે વર્તન કરે છે. એવામાં અમુક દિવસો પહેલા જ સારા બૈન્ગકોકથી પાછી આવી છે અને આ દરમિયાન તેણે મુંબઈ એરપોર્ટ પર બાળકોની સાથે સેલ્ફી પણ લીધી હતી.

મોટાભાગે ફિલ્મી કિરદારો એરપોર્ટ પરથી સીધા જ પોતાની ગાડીમાં બેસી જતા હોય છે પણ સારાએ એવું ન કર્યું અને અને ત્યાં હાજર પોતાના નાના-નાના ફૈન્સની સાથે તસ્વીરો લીધી હતી. તેનો એક વિડીયો પણ વાઇરલ થયો છે જેમાં સારા એરપોર્ટ પર દેખાઈ રહી છે અને સેલ્ફી લઇ રહી છે.
સારાની એક નાની ફૈન પણ તેની સાથે તસ્વીર લેવા માંગતી હતી, જેના પછી જેવી જ સારાએ તેને જોઈ તો તે તરત જ પોતાની આ નાની ફૈન સાથે રોકાઈ ગઈ અને જાતે જ તસ્વીર લીધી. સારાના આ વીડિયોને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે, અને ફૈન્સ તેના ખુબ વખાણ કરી રહ્યા છે. દરેક કોઈ કહી રહ્યા છે કે સારાની અંદર અભિનેત્રીની હોવાનું બિલકુલ પણ ઘમંડ નથી જયારે એક યુઝરે કહ્યું કે સારા ખુબ જ સ્વીટ છે.
વર્ક ફ્રન્ટની વાત કરીયે તો જલ્દી જ સારા અલી ખાન કુલી નંબર-1 માં જોવા મળશે, જેમાં તેની સાથે અભિનેતા વરૂણ ધવન પણ જોવા મળશે. તે બૈન્ગકોકથી આ ફિલ્મની શૂટિંગ પુરી કરીને જ પાછી મુંબઈ આવી છે.

જુઓ સારા અલી ખાનનો વિડીયો…
View this post on Instagram
#saraalikhan back from Bangkok #airportdiaries #viralbhayani @viralbhayani
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks