તમે પણ જો કોઈનો ભૂલથી ફેક વીડિયો કે તસવીર બનાવશો તો આખી જિંદગી તમારી થઇ જશે બરબાદ, જુઓ શું છે સજાનું પ્રાવધાન ? સારા તેંડુલકરની પણ તસવીર થઇ વાયરલ
Sara & Shubman morphed picture : હાલ ટેક્નોલોજી ખુબ જ આગળ વધી ગઈ છે અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થતી જોવા મળી રહી છે, આ ટેક્નોલોજીનો કેટલોક સદુપયોગ છે તો કેટલાક લોકો તેનો દુરપયોગ કરતા પણ જોવા મળે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં નેશનલ ક્રશ બની ચુકેલી અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો, જેને લઈને પણ ઘણો બધો હોબાળો મચી ગયો હતો. ત્યારે હવે ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડુલકરની દીકરી સારા અલી ખાનની પણ એક ફેક તસવીર વાયરલ થઇ રહી છે.
સારા અને શુભમનની તસવીર વાયરલ :
સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાયેલું છે અને બંનેની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સારાએ શુભમન સાથેના સંબંધોને મંજૂરી આપી દીધી છે અને આ કેપ્શન સાથે આ તસવીર શેર કરવામાં આવી રહી છે. જોકે, આ ફોટો ફેક છે અને તેને એડિટ કરીને શેર કરવામાં આવ્યો છે. વાસ્તવિક તસવીરમાં શુભમન સારા સાથે નથી.
AI દ્વારા જનરેટ કરી હતી તસવીર :
તમને જણાવી દઈએ કે સારા-શુમનની આ તસવીર નકલી છે. હકીકતમાં, રિયલ ફોટોમાં સારાનો ભાઈ અર્જુન તેની સાથે હાજર છે. અસલી તસવીર સારાએ 24 સપ્ટેમ્બરે ભાઈ અર્જુનના જન્મદિવસ પર શેર કરી હતી. સારાએ ઘણી તસવીરો શેર કરી હતી, જેમાંથી એક આ તસવીર હતી. આ જ તસવીર સોશિયલ મીડિયા પર શુભમનની મોર્ફ કરેલી તસવીર સાથે શેર કરવામાં આવી રહી છે. આ પહેલા અભિનેત્રી કેટરીના કૈફનો પણ એક ફેક વીડિયો વાયરલ થયો હતો.
ફેક વીડિયો બનાવવા પર શું છે સજા ?
ત્યારે આ મામલે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફૉર્મેશન ટેક્નૉલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે કૉમ્યૂનિકેશન ડિવાઈસ અથવા કૉમ્પ્યુટર રિસૉર્સનો ઉપયોગ કરીને નકલ કરીને કોઈ વ્યક્તિ છેતરપિંડી માટે દોષિત સાબિત થઈ શકે છે. 3 વર્ષ સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીના દંડની સજા. આ નિયમની યાદ અપાવતા સરકારે સોશ્યલ મીડિયા કંપનીઓને પણ આવી સામગ્રી સામે કડક પગલાં લેવા અને પ્રાથમિક સ્ત્રોતની ઓળખ કરવા જણાવ્યું છે.