મનોરંજન

કરીના કપૂરે સારા અલી ખાનને કર્યા વન-નાઇટ સ્ટેન્ડ અંગે સવાલ, સારાએ ખુલ્લેઆમ ચોંકાવનારો જવાબ આપ્યો

નવાબની લાડલીને મર્દ સાથે એક રાત પસાર કરવાના સવાલ પર આપ્યો ખુલ્લેઆમ જવાબ

કરીના કપૂર ખાનના લોકપ્રિય રેડિયો શો વોટ વુમન વોન્ટમાં કરીના ઘણીવાર બોલીવુડના સેલેબ્સ સાથે ઘણા મુદ્દાઓ પર વાતો કરે છે. ત્યારે કરીના કપૂરની સાવકી દીકરી અને બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન પણ આજકાલ તેની આગામી ફિલ્મ લવ આજ કાલ 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે. એવામાં સારા કરીના કપૂરના રેડિયો ટોક શો ‘વોટ વુમન વોન્ટ’માં પહોંચી હતી. જેમાં કરીનાએ સારા અલી ખાન સાથે મોર્ડન રિલેશનશિપ વિશે વાત કરી.

Image Source

કરીનાએ સારાને પૂછ્યું કે શું તેને ક્યારેય નોટી મેસેજીસ મોકલ્યા છે? કરીનાએ હસતા-હસતા એમ પણ કહ્યું કે હું આ વિશે જાણવા નથી માંગતી અને આશા રાખું છું કે તારા પપ્પા પણ આ નહિ જોઈ રહયા હોય. સારાએ આ સવાલના જવાબમાં શરમાતા શરમાતા હા પાડી. જણાવી દઈએ કે સારા સૈફ અલી ખાનની પુત્રી છે. સૈફે કરીના પહેલા અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા.

Image Source

આ સિવાય કરીનાએ સારાને સંકોચાતા-સંકોચાતા એમ પણ પૂછ્યું કે શું તે વન નાઇટ સ્ટેન્ડમાં સામેલ રહી છે? આટલું જ નહીં, કરીના પોતાનો સવાલ પૂછ્યા પછી સારાને કહે છે, મારે આ પૂછવું ન જોઈએ પણ મેં તને આ સવાલ એટલા માટે કર્યો હતો કે આપણે આધુનિક પરિવારમાંથી આવીએ છીએ. જેના જવાબમાં સારાએ કહ્યું કે એવું ક્યારેય બન્યું નથી જેના પર કરીનાએ રાહતનો શ્વાસ લીધો.

Image Source

વોટ વુમન વોન્ટ શોમાં કરીનાએ સારાને તેના રિલેશનશિપને લઈને સવાલ પૂછ્યો કે શું તને ક્યારેય પોતાના રિલેશનશિપમાં થવાવાળી કોઈ એવી વસ્તુ કરી છે કે જે લોકો ઘણીવાર કરતા હોય છે. આ સવાલનો જવાબ આપતી વખતે સારા કહે છે કે ના, મેં આવું નથી કર્યું. સારાએ એમ પણ કહ્યું હતું કે તેણે ક્યારેય તેના સંબંધોમાં છેતરપિંડી કરી નથી અને તે તેના પાર્ટનરનો ફોન પણ ચેક કરતી નથી.

Image Source

સારાએ તેના કો-સ્ટાર્સ વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે તેના તમામ કો-સ્ટાર્સ ખૂબ ફ્રેન્ડલી રહ્યા છે અને સારાને ક્યારેય તેના કો-સ્ટાર્સને નકારી રિજેક્ટ કરવાની જરૂર નથી પડી. તેણે કહ્યું કે મારા તમામ કો-એક્ટર્સ સાથે સારા પ્રોફેશનલ રિલેશનશિપ્સ રહયા છે. જણાવી દઈએ કે સારા કેદારનાથમાં સુશાંત સિંહ રાજપૂત, સિમ્બામાં રણવીર સિંહ સાથે જોવા મળી છે અને લવ આજકલમાં કાર્તિક આર્યન અને કુલી નંબર 1માં વરૂણ ધવન સાથે જોવા મળશે.

Image Source

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા આજકાલ તેની ફિલ્મ લવ આજકલને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે કામ કરી રહી છે અને તેનું દિગ્દર્શન ઈમ્તિયાઝ અલીએ કર્યું છે. આ ફિલ્મ વેલેન્ટાઇન ડે પર રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય સારા કુલી નંબર 1 ફિલ્મની રિમેક માટે પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે વરુણ ધવન સાથે કામ કરી રહી છે અને ડેવિડ ધવન આ ફિલ્મને ડિરેક્ટ કરી રહયા છે. આ ફિલ્મ સિવાય તે અક્ષર કુમાર અને ધનુષ જેવા કલાકારો સાથે અતરંગી રે ફિલ્મમાં પણ કામ કરી રહી છે. સારાએ થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મની જાહેરાત કરી હતી.