મનોરંજન

સારા અલી ખાને જયારે આવું કામ કરીને સિમ્બા ફિલ્મ મળી હતી, રોઇ પડ્યા હતા રોહિત શેટ્ટી

સારાએ એવું કામ કરેલું કે જાણીને આશ્ચર્યચકિત થઇ જશો

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાને વર્ષ 2008માં ફિલ્મ “કેદારનાથ”થી ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મને લોકોએ ઘણી પસંદ કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યા હતા.

Image source

આ જ વર્ષે સારા અલી ખાને તેની બીજી ફિલ્મ “સિમ્બા” કરી હતી. સારા અલી ખાન અને રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મ રોહિત શેટ્ટીની હતી. આ જ ફિલ્મમાં રોલ માટેે સારાએ રોહિત શેટ્ટી સામે ખૂબ મહેનત કરી હતી.

Image source

સારાએ રોહિત શેટ્ટી પાસે કામ માંગવા માટે તેમને ઘણા મેસેજ કર્યા હતા. ફિલ્મ “સિમ્બા”ના પ્રમોશન દરમિયાન સારાએ કહ્યુ હતુ કે, તેને રોહિત શેટ્ટી પાસેથી સરળતાથી કામ મળ્યુ નથી. તે સતત રોહિતને મેસેજ કરતી હતી. શરૂઆતમાં તો રોહિત સારાના મેસેજનો કોઇ જ જવાબ આપતા ન હતા પરંતુ ઘણા બધા મેસેજ વાંચ્યા બાદ સારાને મળવા બોલાવી હતી.

Image source

એક ઇન્ટરવ્યુમાં રોહિત શેટ્ટીએ આ વાત શેર કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, સારા તેમની ઓફિસ આવી અને તેમની સાથે કામ કરવા ઘણી ઉત્સુક હતી. તેણે આ રોલ માટે કોઇ જોડે ભલામણો કરાવી ન હતી.

Image source

સારાએ રોહિત શેટ્ટીને વિનંતી કરી હતી. સૈફ અને અમૃતા સિંહ જેવા સુપરસ્ટાર્સની દીકરી હોવા છતાં તેનો આ વ્યવહાર જોઇને રોહિત પણ હેરાન થઇ ગયા હતા. કારણ કે તેમને લાગતુ હતુ કે, સારા ઘણી નખરાળી હશે.

Image source

પરંતુ સારા તેની વિરૂદ્ધ નીકળી જેવું રોહિત વિચારતા હતા. રોહિતે આ ઇન્ટરવ્યુમાં સારાની ઘણી પ્રશંસા કરી હતી.

Image source

સારાએ બોલિવુડમાં વધારે ફિલ્મો કરી નથી પરંતુ તે અભિનયના અને ખૂબસુરતીના દમ પર લાખો લોકોના દિલ પર રાજ કરે છે. સારાએ વર્ષ 2018માં બોલિવુડમાં એન્ટ્રી કરી હતી અને તેણે અત્યાર સુધી 4 ફિલ્મોમાં કામ કર્યુ છે. “કેદારનાથ” અને “સિમ્બા” ઉપરાંત “લવ આજ કલ 2” અને “કુલી નંબર 1” માં જોવા મળી છે.


Image source

સારાની આગામી ફિલ્મ “અતરંગી રે” છે અને તે આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ધનુષ સાથે જોવા મળશે.