ખાસ મિત્રના જન્મ દિવસ ઉપર શાયરાના થઇ સારા અલી ખાન, BFF સાથે મસ્તી કરતા શેર કરી તસવીર

વાહ નવાબની લાડલી ફરવા ઉપડી માલદીવ્સ…ટ્રાન્સપરન્ટ કપડામાં દેખાડ્યો જલવો- જુઓ

બોલીવુડની અભિનેત્રીઓ લાઇમ લાઇટમાં હંમેશા રહેતી હોય છે. તેમની દરેક હલચલ પણ કેમેરામાં કેદ થતી જોવા મળે છે ત્યારે અભિનેતા સૈફ અલી ખાનની પહેલી પત્નીની દીકરી સારા અલી ખાનની તો વાત જ શું કરવી ? સારા અલી ખાન હંમેશા તેની તસ્વીરોથી ચાહકોનું દિલ જીતી લેતી હોય છે. સોશિયલ મીડીયમાં પણ તે ખુબ જ એક્ટિવ રહે છે અને તેની ગ્લેમરસ તસવીરો પણ ચાહકો સાથે શેર કરતી રહે છે.

હાલમાં જ સારાએ તેની ખાસ દોસ્ત તાન્યા ધાવરીના જન્મ દિવસ ઉપર કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં તે તાન્યા સાથે મસ્તી કરતી પણ જોવા મળી રહી છે. આ તસવીરો માલદીવની છે. જ્યાં સારા હાલમાં પોતાના મિત્રો સાથે વેકેશનની મજા માણી રહી છે.

સારા અને તેના મિત્રો તાન્યાની આ તસ્વીરોમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તો સારાએ પણ આ તસવીરો શેર કરવાની સાથે શાયરાના અંદાજમાં કેપશન પણ આપ્યું છે. તો ચાહકોને પણ તેની આ તસ્વીર ખુબ જ પસંદ આવી છે અને તેના ચાહવા વાળા તેની આ તસ્વીર ઉપર ખુબ જ પ્રેમ પણ વરસાવી રહ્યા છે.

સારાએ આ તસ્વીરોને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. આ તસવીરો શેર કરવાની સાથે જ સારાએ લખ્યું છે કે, “આસમાન કી બુલંદીઓ પર નામ હો આપકા, ચાંદ કી ધરતી પર મુકામ હો આપકા, હમ તો રહેતે હે છોટી સી દુનિયા મેં, પર ઈશ્વર કરે સારા જહાન હો આપકા. મારી પ્રેમાળ ખાસ મિત્ર જન્મ દિવસની શુભકામનાઓ. મારો બધો જ અને સહારો થવા માટે ધન્યવાદ”

સારાએ જે તસવીરો શેર કરી છે તેમાં તે સફેદ રંગના શર્ટ, જેને તેને આગળથી બાંધી રાખ્યું છે, સ્કાઈ બ્લુ શોર્ટ્સ અને મેચિંગ ટોપીમાં દેખાઈ રહી છે. આ લુકની અંદર સારા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. સારાની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહી છે.

ફક્ત સારા જ નહિ પરંતુ તેની દોસ્ત તાનિયા પણ આ તસ્વીરોમાં ખુબ જ પ્રેમાળ લાગી રહી છે. આ તસવીરો સાથે બંને જે લોકેશન ઉપર છે તે પણ લોકોનું દિલ ચોરાવી રહ્યું છે. કુલ મળીને ચાહકોને આ તસવીરો ખુબ જ પસંદ આવી રહી છે.

Niraj Patel