ધાર્મિક-દુનિયા

સારા લોકો સાથે ખરાબ અને ખરાબ લોકો સાથે સારું કેમ થાય છે? જાણો આજે એ સવાલનો જવાબ!!

તમારા મગજમાં એક સવાલ હંમેશા આવતો હશે કે આખરે કેમ સારા લોકો સાથે ખરાબ અને ખરાબ લોકો સાથે સારું જ થતું હશે? જો કોઈ ખોટું કરે, લોકોને છેતરે છ્તા તેમની સાથે હંમેશા બધુ સારું જ કેમ થતું હશે? તો બીજી બાજુ જે હંમેશા બીજાનું સારું જ ઈચ્છે છે અને હંમેશા લોકોની મદદ માટે તત્પર રહેતા હોય છે તે લોકોનું આખરે ખરાબ જ કેમ થાય છે. આ પ્રશ્નો એવા છે જે દરેકના દિમાગમાં આવતા જ હશે, તો ચાલો આજે અમે તમને આ પ્રશ્નોનાં જવાબ એક કહાની દ્વારા જ સમજાવીશું.

તમને જણાવી દઈએ કે આ બધા જ સવાલોના જવાન ખુદ ભગવાન કૃષ્ણએ આપ્યા છે. એકવાર આ પ્રશ્નો અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યા, ‘હે વાસુદેવ એવું તે શું કારણ છે કે આ સંસારમાં હંમેશા સારા લોકો સાથે ખરાબ અને ખરાબ લોકો સાથે સારું જ થાય છે?’ આ વાત પર કૃષ્ણ અર્જુનને એક કહાની સંભળાવી, જેના દ્વારા તમને પણ આ પ્રશ્નોનાં જવાબ મળી જશે.

Image Source

વાત ખૂબ જ જૂની છે, એક ગામમાં બે વ્યક્તિ રહેતા હતા. એક વેપારી હતો જે એક સારો માણસ હતો અને ખૂબ જ ધાર્મિક હતો. બધા જ નીતિ નિયમોનું પાલન કરતો હતો. તે ભગવાનની ભક્તિ કરતો, રોજ મંદિરે જતો હતો. તે દરેક ખોટા કામથી દૂર રહેતો હતો. અને બીજો તેનાથી વિપરીત હતો. હંમેશા તે જૂઠું બોલતો અને ખરાબ કામ જ કરતો, તે ક્યારેય મંદિર જતો ન હતો પણ તે રોજ મંદિરની બહારથી ચંપલની ચોરી કરતો અને દુષ્ટ કામ કરતો.

Image Source

એક સમયની વાત હતી, આ ગામમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો અને આખા ગામના બધા લોકો પોતપોતાના ઘરમાં હતા. મંદિરમાં ખાલી એકલો પૂજારી જ હતો. એ લાલચી માણસે આ વાતનો ફાયદો ઉઠાવ્યો અને મંદિરનુ બધુ જ ધન ચોરી લીધું અને પૂજારીની નજરથી બચીને તે ત્યાથી ભાગી ગયો. તો થોડી વાર પછી જ આ વેપારી મંદિર દર્શન કરવા માટે જાય છે અને ચોરીનો બધો જ આરોપ તેના પર લગાવવામાં આવે છે. અને ત્યાં ઘણા લોકો ભેગા થઈ ગયા અને તે વ્યક્તિને ન બોલવાના શબ્દો બોલી સંભળાવ્યા, જેવો એ વ્યક્તિ ત્યાથી બહાર નીકળ્યો કે તરત જ તેની એક મોટા વાહન સાથે ટક્કર થઇ. પરંતુ તેને વધુ વાગ્યું ન હતું અને તે બચી ગયો.

પછી એ માંડ માંડ ઊભો થયો અને તે તેના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે પેલો દુષ્ટ વ્યક્તિ તેને રસ્તામાં મળ્યો. દુષ્ટ વ્યક્તિ બોલતો હતો કે આજે તો ઘણું ધન હાથે લાગ્યું છે. આખી જીવન હવે એશો-આરામથી જીવીશ. આ સાંભળીને સારો માણસ હેરાન થઇ ગયો અને ઘરે આવીને તેને ભગવાનના બધા જ ફોટા ઉતારીને એક ખૂણામાં મૂકી દીધા અને પોતાનું જીવન જીવવા લાગ્યો.

Image Source

આ ઘટનાના થોડા સમય પછી સારા અને ખરાબ બંને વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે. આ બંને પાસે યમરાજ આવે છે. ત્યારે સારો વ્યક્તિ નારાજગી દર્શાવતા યમરાજને કહે છે મારા સાથે આવું શા માટે થયું? હું હંમેશા ભગવાનની ભક્તિ કરતો હતો, અને ક્યારેય ખોટું કામ કર્યું નથી, તેમ છતાં હું દુઃખી કેમ થયો. અને આ દુષ્ટ ચોરી કરતો, લોકો સાથે છેતરપિંડી કરતો, તેમ છતાં એ ખુશ જ કેમ રહ્યો. તે દુઃખી કેમ ન થયો.

ત્યારે યમરાજ તેના સવાલોના જવાબ આપતા કહે છે, જ્યારે તું મંદિરમાંથી બહાર નીકળ્યો ત્યારે તું એક વાહન સાથે ટકરાયો હતો એ તારો અંતિમ સમય હતો, પણ તારા કરેલા સારા કર્મોના ફળ સ્વરૂપે એ સમયે તું મૃત્યુ ન પામ્યો અને તું બાકીનું જીવન જીવી શક્યો. અને આ દુષ્ટ વ્યક્તિના જીવનમાં રાજયોગ શરૂ થવાનો હતો, પરંતુ તેના ખરાબ કર્મોને કારણે એ રાજયોગ નથી મળતો અને ફક્ત નાની એવી ઘરેણાની પોટલી જ મળે છે.

Image Source

આ કહાણીના સંદર્ભમાં કૃષ્ણ એ સમજાવે છે કે ભગવાન આપણને ક્યારે અને કયા સંદર્ભમાં ફળ આપી રહ્યા છે તે મનુષ્ય સમજી શકતો નથી. એનો મતલબ એ કે ભગવાન આપણને કર્મોનું ફળ સમયે સમયે આપતા જ રહે છે અને ક્યારેય મનુષ્યે પોતાના કર્મોને છોડવા જોઈએ નહી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.