ફિલ્મી દુનિયા

હવે ટીવીની આ સંસ્કારી વહુ આવી કોરોનાની ઝપેટે, ખુદને પોઝિટિવ હોવાની આપી જાણકારી, ઘર પર થઇ ક્વોરેન્ટાઇન

પ્રખ્યાત શો ‘સપના બાબુલ કા બિદાઈ’ એક્ટ્રેસ સારા ખાન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે તેમણે ખુદ સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી હતી. સારા ખાને જણાવ્યું હતું કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાદ તે હોમ ક્વોરેન્ટાઇન થઇ છે.

 

View this post on Instagram

 

A post shared by sara Khan (@ssarakhan) on

સારાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું- કમનસીબે આજે હું કોરોનો પોઝિટિવ છું. અધિકારીઓ અને ડોકટરોએ સલાહ આપી છે કે હું ઘરે જ ક્વોરેન્ટાઇન રહું. હું હવે ઠીક છું અને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું. અગાઉ અર્જુન કપૂર, મલાઈકા અરોરા અને ફેમસ રેપર રફ્તાર પણ કોરોના પોઝિટિવ છે. આ સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે તેમની કોરોના વિશેની માહિતી પણ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by sara Khan (@ssarakhan) on

સારા આ દિવસોમાં સંતોષી મા સુનાયે વ્રત કથાઓ શોમાં દેવી પૌલોમીની ભૂમિકા નિભાવી રહી છે. સારાએ કહ્યું- મેં થોડા દિવસોથી શૂટિંગમાંથી બ્રેક લીધો હતો કારણ કે હું અસ્વસ્થતા અનુભવી રહી હતી. પરંતુ તે પછી મારો કોવિડ 19 ટેસ્ટ કરાવ્યો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by sara Khan (@ssarakhan) on

સારાએ સ્ટાર પ્લસ ટીવી શો બિદાઈથી લોકપ્રિયતા મેળવ હતી. આ સાથે, 2010 માં, તે સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ’ ને લઈને  ઘણી ચર્ચામાં આવી હતી. આ શોમાં તેણે તેના બોયફ્રેન્ડ અલી મર્ચન્ટ સાથે પણ લગ્ન કર્યા હતા. તેણે પ્યાર તુને ક્યા કિયા, એન્કાઉન્ટર, સસુરાલ સિમર કા, ભાગ્યલક્ષ્મી, કોમેડી નાઇટ્સ બચાવો, અકબર બીરબલ, કવચ .. કાલિ શક્તિ, વો અપના સા જેવા ઘણા શોમાં કામ કર્યું છે.