મનોરંજન

સારા અલી ખાન આ અભિનેતા સાથે મનાવી ઈદ, ચેહરો છુપાવીને પહોંચી ગયા દરગાહ. નામ જાણીને ચોંકી જશો

Image Source

પુરા દેશની સાથે સાથે બૉલીવુડ કિરદારોએ પણ મંગળવાર 5 જૂનના રોજ ખુબ ધૂમધામથી ઈદના તહેવારની ઉજવણી કરી હતી.આ ખાસ મૌકા પર બૉલીવુડ અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી સારા અલી ખાન પણ એક વાર ફરીથી ચર્ચામાં આવી ગયા છે.કેમ કે કાર્તિકે પોતાની સારા સાથેની ઈદની ઉજવણી કરતી તસ્વીર પોતાના એકાઉન્ટ પર શેયર કરી હતી.

Image Source

ઈદના ખાસ દિસવની ઉજવણી કરવા માટે સારા અને કાર્તિક મુંબઈની એક દરગાહમાં પહોંચ્યા હતા.શેયર કરેલી તસ્વીરમાં બંનેએ પોતાના ચેહરાને ઢાંકી રાખ્યો છે.મસ્જિદની બહાર બંનેએ પોત-પોતાના ચેહરાઓ ઢાંકીને સેલ્ફી લીધી હતી જે હાલ ચર્ચાનો વિષય બની ગઈ છે.

 

View this post on Instagram

 

Eid Mubarak 💫

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

કાર્તિકે તસ્વીરને શેયર કરતા લખ્યું કે,’ઈદ મુબારક’.જેના પછી તસ્વીર ખુબ વાઇલર થાવા લાગી અને ફેન્સની કમેન્ટ્સ આવવાની પણ શરૂ થઇ ગઈ છે.શેયર કરેલી તસ્વીરમાં કાર્તિકે ગ્રાફિક વ્હાઇટ ટી-શર્ટ પહેરી છે,જ્યારે સારા લીલા રંગના કોલ્ડ-શોલ્ડર ડ્રેસમાં નજરમાં આવી રહી છે.

Image Source

કાર્તિકે પોતાનો ચેહરો રૂમાલથી ઢાંકી રાખ્યો છે જ્યારે સારાએ દુપટ્ટાથી પોતાના ચેહરાને છુપાવી રાખ્યો છે.આવું કદાચ એટલા માટે કેમ કે પબ્લિક પ્લેસ પર તેના ફેન્સ તેને ઓળખી ના શકે.આ તસ્વીર મુંબઈમાં માહીમની દરગાહની છે.બંનેની પાછળ ઘણા લોકો દેખાઈ રહ્યા છે પણ તેઓના ચેહરા ઢાંકેલા હોવાને લીધે કોઈ તેને ઓળખી શક્યા નથી.

Image Source

બીજી તરફ સારાએ પોતાની માં અમૃતા સિંહ સાથેની તસ્વીર શેયર કરતા ઈદની શુભકામનાઓ આપી છે.જણાવી દઈએ કે સારા અલી ખાન અને કાર્તિક આર્યન ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ-2’માં નજરમાં આવશે.આગળના દિવસોમાં સારાએ દિલ્લી માં લવ આજ-કલ-2 ના પહેલા શેડ્યુલની શૂટિંગ પુરી કરી લીધી છે.આ શૂટિંગના પૂર્ણ થાવા અને સારાને બેસ્ટ ડેબ્યુ સ્ટારનો એવોર્ડ મળવાનો જશ્ન કાર્તિક-સારા અને પુરી ટીમે એકસાથે મનાવ્યો હતો.

 

View this post on Instagram

 

Eid Mubarak 🌙✨🌹

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અને કાર્તિની જોડી ત્યારથી ચર્ચામાં આવી છે જયારે સારાએ કરન જોહરના ટોક શો માં ખુલાસો કર્યો કે કાર્તિક આર્યન તેને પસંદ છે.ત્યારથી આ બંનેને લઈને ચર્ચાઓ થતી રહે છે, અને બંને એકસાથે નજરમાં પણ આવી રહ્યા છે.સારાની આગળને બે ફિલ્મો ‘સિમ્બા’ અને ‘કેદારનાથ’ પણ સુપરહિટ સાબિત થઇ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks