મનોરંજન

સેફના લાડલાએ બહેન સારા સાથે શર્ટલેસ ફોટોશૂટ કરાવ્યું હતું, 7 તસ્વીરો ધડાધડ વાઇરલ

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાન અને દીકરી સારા અલી ખાને પોતાનો ફોટોશૂટ કરાવ્યું, જેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં ઇબ્રાહિમ શર્ટલેસ દેખાય છે. તો સારાના ફની એક્પ્રેશન્સ ફોટોઝને જીવંત બનાવી રહયા છે.

Image Source

ફોટોઝમાં સારા અને ઇબ્રાહિમની મસ્તી અને બોન્ડિંગ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. સારા અલી ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે. જેમાં બંને મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે.

Image Source

ઇબ્રાહિમ એક તરફ શર્ટલેસ નજરે પડે છે અને બીજી તરફ સારા શોકિંગ એક્સપ્રેશન આપતી પણ જોવા મળે છે. તેમણે આ ફની અને ક્યુટ ફોટોશૂટ ક્રિસમસ માટે કરાવ્યું છે. જેમાં બંનેનો શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે.

Image Source

સોશિયલ મીડિયા પર આ ફોર્ટઝ શેર કરતા સારાએ લખ્યું – Red nose reindeer 🦌White snowflake ❄️ Virgin eggnog 🥚Christmas cake 🎂Get the party started 🎈It’s Christmas Eve for heavens sake 🎄.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

જણાવી દઈએ કે આ ફોટોશૂટ પછી સારા અને ઇબ્રાહિમ કરીના કપૂરની ક્રિસ્મસ પાર્ટી માટે ગયા હતા. સારાએ પાર્ટી માટે વ્હાઇટ શોર્ટ ડ્રેસ પસંદ કર્યો હતો. તો ઇબ્રાહિમ ડેનિમ જેકેટ અને બ્લેક જિન્સમાં જોવા મળ્યો હતો.

Image Source

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન એક ખાસ બોન્ડ શેર કરે છે. ભાઈ-બહેન વચ્ચેની કેમિસ્ટ્રી જોતા જ સમજાઈ જાય છે. બંને એક સાથે ઘણો સમય વિતાવે છે અને મસ્તી કરે છે.

Image Source

નોંધનીય છે કે સારા અલી ખાન તેની આગામી ફિલ્મ આજકલમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે રોમાંસ કરતી જોવા મળશે. ઇબ્રાહિમ અલી ખાન ઘણીવાર ક્રિકેટની પ્રેક્ટિસ કરતા જોવા મળે છે.

Image Source

બંને ભાઈ-બહેનોએ અગાઉ પણ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. બંને ડિઝાઇનર્સ અબુજાની-સંદિપ ખોસલા ફેશન લાઇનમાં જોવા મળ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.