ખબર ફિલ્મી દુનિયા

2020માં કંઈક આવી ઉમ્મીદ લઈને બેઠી હતી સારા અલી ખાન, એક જ ઝાટકે તૂટી ગયું સપનું

વર્ષ 2020 કોઈ પણ રીતે સારું નથી લાગી રહ્યું. કોરોના વાયરસ જેવી મહામારી સામે લડી રહ્યા છે તો સાથે-સાથે વાવાઝોડું અને ભૂકંપ પણ છે. હજુ 2020ને 6 મહિના જ ગયા છે. વધુ 6 મહિના કેવી રીતે પસાર થશે તે કંઈ કહી શકાય એમ નથી. હાલમાં જ સારા અલી ખાને આ બાબતે એક પોસ્ટ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

અમૃતાસિંહ અને સૈફ અલી ખાનની લાડલી સારા અલી ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. આજકાલ તે તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. પરંતુ હાલમાં જ કરેલી સારા અલી ખાનની પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જેમાં તેને એક્સ્પેક્ટેશન (ઉમ્મીદ)અને રિયાલિટી (સચ્ચાઈ) વાળી એક પોસ્ટ શેર કરી સારાએ જણાવ્યું કે, 2020એ શું હાલ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની 2018 કેદારનાથ ફિલ્મના સેટ પરથી ત્રણ થ્રો બેક તસ્વીર શેર કરી છે. પ્રથમ તસવીરમાં સારા પર્વતોમાં બેઠા જોવા મળી રહી છે અને તે ખૂબ ખુશ દેખાઈ રહી છે. તેણે આ ફોટોની કેપશનમાં લખ્યું છે કે, એક્સ્પેક્ટેશન (ઉમ્મીદ)

Image source

બીજી તસ્વીરમાં સારા ઠંડીથી કાંપતી નજરે આવે છે. એક શખ્સ તેના વાળ ને ઓળી રહ્યો છે. આ કેપ્સનમાં લખ્યું હતું કે, રિયાલિટી સચ્ચાઈ.

Image source

ત્રીજી તસ્વીરમાં સારા ચોટીલ નજરે આવી રહી છે. સિજેના જેના ચહેરા અને શરીર પર મેકઅપ કર્યો છે. આ સાથે જ સારાએ કેપ્સનમાં લખ્યું હતું કે રિયાલિટી 2020.

Image source

સારાની આ તસવીરો પર લોકો ઘણી કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેને જીવનનું સત્ય જણાવી રહ્યા છે તો કેટલાક તેને 2020 નો પાયમાલી કહી રહ્યા છે. આ પહેલા તેના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે સારાની એક બીજી તસવીર વાયરલ થઈ હતી જેમાં તે બંને યોગા કરતા જોવા મળ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.