સારા અલીખાન અને કાર્તિક આર્યને હાલમાં જ શિમલામાં લવ આજકાલની શુટિંગ પૂર્ણ કર્યું છે. જેના ફોટો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થયા હતા. શુટિંગ પૂર્ણ થયા બાદ સારા તેની માતા અમૃતા સિંહ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે લંડનમાં વેકેશન માણી રહી છે. સારા અને તેની માતાએ સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કર્યો હતો.
સારાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફોટો શેર કરી કેપ્સનમાં લખ્યું હતું કે, યુનાઇટેડ કિંગ્ડમ લંડન ફોટોમાં બન્ને માં -દીકરીનું બોંડિંગ સામે આવે છે. બન્નેએ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. સારા અલીખાને લાઈટ પર્પલ કલરનો ડ્રેસ સાથે બ્લુ કલરનું જેકેટ પહેર્યું હતું. જયારે અમૃતાએ વ્હાઇટ કલરના આઉટફિટ્સ પહેર્યા હતા.
View this post on Instagram
#amritasingh with daughter #saraalikhan in London #viralbhayani @viralbhayani
એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં સારાએ તેની માતા વિષે જણાવ્યું હતું કે, “મારી ઈચ્છા છે કે હું મારી માતા સાથે આખી જિંદગી રહું. હું જયારે પણ મારી માતાને આ કહું છું ત્યારેતે દુઃખી થઇ જાય છે. કારણકે તેને મારા લગ્નને લઈને પ્લાન પણ બનાવી રાખ્યો છે. પરંતુ હું જ્યાં પણ જાવ ત્યાં તે મારી સાથે આવી શકે છે. તેમાં તકલીફ શું છે.”
સારા અલીખાને થોડા દિવસ પહેલા જ લવ આજકાલ2નું શુટિંગપૂર્ણ કર્યું છે. આ દરમિયાન તે ઘણી જ ઈમોશનલ જોવા મળી હતી.સારાએ ઇન્સ્ટાગ્રામમાં કાર્તિક આર્યન સાથે ફોટો શેર કરી ઈમોશનલ કેપશન લખ્યું હતું. સારા આ પહેલા પણ કહી ચુકી છે કે,તે કાર્તિક આર્યન ને લાઈક કરે છે, એવામાં તેની સાથે કામ કરવાનો ખાસ મોકો મળ્યો હતો. સાથે જ સેટ ઉપર વિતાવેલા સમયને પણ યાદ કર્યો હતો.
View this post on Instagram
#saraalikhan is on a break #holidaying in #london with mom #amritasingh #celebrity #holiday
ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મનું નિર્દર્શન ઈમ્તિયાઝ અલી કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા લીડ રોલમાં છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks