બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન છેલ્લા કેટલાક દિવસોથી માલદીવમાં હતી. જયાં તે તેના ભાઇ ઇબ્રાહિમ અલી ખાન અને માતા અમૃતા સાથે ઘણી એન્જોય કરતી જોવા મળી હતી. જો કે, હવે સારા મુંબઇ પાછી આવી ગઇ છે. તેને હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી અને તેનો આ લુક હાલ સોશિયલ મીડિયામાં છવાઇ ગયો છે.
સારાની એરપોર્ટની ઘણી તસવીરો સામે આવી રહી છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સારા અલી ખાને ડેનિમ ફેબ્રિકથી બનેલ સ્ટાઇલિશ રોમ્પર પસંદ કર્યો હતો. જેની ફિટિંગ સારી હતી અને આ આઉટફિટમાં તે ઘણુ કંફર્ટ પણ મહેસૂસ કરતી હોય તેમ લાગી રહ્યુ હતુ.
સારાનો આ આઉટફિટ સ્ટાઇલ સિંપ્લિસિટી અને એકદમ પરફેક્ટ હતો, જે ટ્રાવેલિંગ માટે બરાબર હતો. સારાના આ આઉટફિટમાં V શેપ નેકલાઇન બનેલી હતી. જે સ્પગેટી સ્લીવ્સમાં તૈયાર કરવામાં આવી હતી.
સારા અલી ખાને તેના આ લુક સાથે મેકઅપ કર્યો ન હતો અને તેણે તેના વાળને ખુલ્લા રાખ્યા હતા.
સારા આ લુકમાં તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી પણ જોવા મળી હતી. સારા આ લુકમાં ઘણી ખૂબસુરત અને ક્યુટ લાગી રહી હતી.
સારા અલી ખાન હંમેશા તેના લુકને લઇને ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે ફરી એકવાર તે તેના લુકને લઇને સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.
તમને જણાવી દઇએ કે, સારાએ ફિલ્મ “કેદારનાથ”થી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પણ હતા. સારાને ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને ઘણો સમય પણ નથી થયો અને તે થોડા સમયમાં જ ઘણુ નામ કમાવી ચૂકી છે.
સારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. સારાએ થોડા સમય પહેલા જ ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના નવા કલેક્શનમાં ફોટોશૂટ કરાવ્યુ હતુ, જેને કારણે તે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહી હતી.
View this post on Instagram