‘લવ કા હૈં ઇન્તઝાર’ અને ‘ઢૂંઢ લેગી મંઝિલ હમે’ જેવી ટીવી સિરિયલમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સારા અરફિન ખાન હાલના દિવસોમાં ટીવી દુનિયાથી દૂર છે. સારા હવે પોતાના વ્યક્તિગત જીવનમાં વ્યસ્ત છે અને પોતાના જુડવા બાળકોની સંભાળ લેવામાં લાગેલી છે. સારા અરફીન ખાને આગળના વર્ષે યુકે માં જુડવા બાળકોને જન્મ આપ્યો હતો હાલ તે ભારતમાં રહે છે. અરફીને તાજતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં માં બનવાના સંઘર્ષ વિશે વાત કહી હતી.

સારાએ કહ્યું કે,”7 વર્ષ પેહલા તેનું મિસ કૈરેજ થયું હતું. મારે ખુબ સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો હતો. મને સ્વસ્થ થવામાં ખબ સમય લાગ્યો. હું એક દિવસ કામ કરી રહી હતી અને મેં અનુભવ્યું કે આ એક ક્યારેય ખતમ ન થનારી સફર છે. મારે સમય કાઢીને પરિવારને સમય આપવા વિશે વિચારવું જોઈએ. મને ખબર હતી કે હું ફરીથી અભિનયમાં આવી શકીશ.”

સારા પોતાના જુડવા બાળકોનું ખુબ ધ્યાન રાખે છે અને તેની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. સારાનું કહેવું છે કે માં બનવા સુધીંની તેની સફર સહેલી ન હતી. તે ડિલિવરી પછીના પોતાના બદલાયેલા સ્વભાવથી(બૅબી બ્લૂઝ)ખુબ ચિંતત હતી. માં બન્યા પછીના ત્રણ મહીનાની અંદર સારાને ડિહાઈદ્રેશનને લીધે હોસ્પિટલ પણ જવું પડ્યું હતું.

સારાએ કહ્યું કે,”જો કે માં બનવું જીવનના સુંદર અનુભવોમાંનું એક છે પણ મારે ખુબ સમસ્યાઓ સહન કરવી પડી હતી. હું ખુબ જ થાકેલી હતી અને રોજ રડતી હતી. તેનાથી છુટકારો મેળવવા માટે મેં થેરાપીનો સહારો લીધો હતો.

ભારત આવ્યા પછી મેં લગાતાર 20 દિવસ સુધી આરામ કર્યો. તેના પછી મેં ધીમે ધીમે કામ કરવાનું શરૂ કર્યું. મારા માટે ગર્ભાવસ્થા પછી વધેલા વજનને ઓછું કરવું પણ ખુબ જરૂરી હતું. હવે હું એકદમ સ્વસ્થ છું અને ફરીથી અભિનય ક્ષેત્રમાં કામ કરવા માટે આતુર છું. પણ મને સારા કિરદારનની રાહ છે.

હજી મારા બાળકોને મારી આદત છે. મારે એ પણ જોવાનું રહેશે કે મારા વગર મારા બાળકો કેવી રીતે પ્રિતકિયા આપે છે અને કેવી રીતે બધું સહન કરશે.”

“જુડવા બાળકોની માં બન્યા પછી હું એ વાત પર વિચારું છું કે ભગવાને મહિલાઓના શરીરને કેટલું રહસ્યમય રીતે બનાવ્યું છે. જીવન આપ્યા પછી પોતાના શરીરમાં ખામીઓ કેવી રીતે કાઢી શકું. હું સમય લઈશ અને જાતે જ મારુ શરીર ઠીક થઇ જશે અને પહેલાની જેમ એકદમ ફિટ થઇ જઈશ. હું મારા માટે અને મારા બાળકો માટે તંદુરસ્ત રહેવા માંગુ છું. મારું જીવન હવે આ બે બાબતો પર જ સટીક રહેશે.”
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.