સારા અલી ખાને ફિલ્મ ‘કેદાર નાથ’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં આવતા જ તે બોલીવુડમાં છવાઈ ગઈ હતી. ત્યારબાદ તે સિમ્બામાં રણવીરસિંહ સાથે જોવા મળી હતી. ત્યારબાદ તેની પાસે લગાતાર ફિલ્મો છે. હાલમાં જ સારા અલી ખાનનો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યા છે, જે બહુ જ કમાલ નો છે. આ વિડીયોમાં સારા અલી ખાને મોટો ઢોસો બતાવ્યો છે. તેની મમ્મી અમૃતા સિંહ મોઢું છુપાવતી નજરે ચડે છે. આ વીડિયોમાં સારા અલી ખાન ક્યાંય નજરે નથી પડતી. પરંતુ વિડીયો બનાવી રહી છે. સારા અલી ખાન વીડિયોમાં તેની માતાને સવાલ પૂછી રહી છે કે, મમ્મી આજે તમને શું થઈ છે કે ? તમે આ રીતે ખાઈ રહ્યા છો. આ સવાલનો જવાબ અમૃતા સિંહ નથી આપતી પરંતુ તે તેનું મોઢું છુપાવી લે છે.
સારા અલી ખાને આ વિડીયો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, જયારે હું અને મારું મમ્મી બહાર જમવા માટે ગયા હતા ત્યારે અમે ડાયટની કોઈ પ્રવાહ નથી કરી. આ રીતે ખાવાનું આસાન ના હતું. ખાવાના સ્પર્ધકોને આ રીતે જમતા પસીનો આવી જાય છે. આ રીતે સારા અલી ખાન તેની મમ્મી અમૃતા સિંહ સાથે મજાક કરતી નજરે ચડે છે. અમૃતા અને સારાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
સારાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો કાર્તિક આર્યન સાથે ફિલ્મ ‘લવ આજકાલ-2’નું શૂટિંગ કરી રહી છે. આ સાથે જ તે હાલ ફૂલી નંબર-1ના સિક્વલના શૂટિંગમાં વ્યસ્ત છે.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.