મનોરંજન

એક સમયે સાવ આવી દેખાતી હતી સારા અલી ખાન, જુઓ ભાગ્યે જ જોવા મળતી 10 તસ્વીરો

બોલીવુડના દિગ્ગજ નિર્દેશક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ-2’ નું ટ્રેલર આજે એટલે કે 17 જાન્યુઆરીના રોજ રિલીઝ થઇ ચૂક્યું છે. સોશિયલ મીડિયા પર આ ટ્રેલરને મિશ્રિત પ્રતિક્રિયાઓ મળી રહી છે.

એક તરફ અમુક યુઝર્સ ફિલ્મના ટ્રેલરને ખુબ પસંદ કરી રહ્યા છે જ્યારે બીજી તરફ અમુક તેને પહેલાના સમયની ફિલ્મ જેવી કહી રહ્યા છે.

Image Source

જો કે આ બધી પ્રતિક્રિયાઓ વચ્ચે સારા અલી ખાન અને કાર્તિક આર્યનના ખુબ વખાણ થઇ રહ્યા છે. ટ્રેલરમાં સારાની સુંદરતાની સાથે સાથે તેનો બોલ્ડ અવતાર પણ જોવા મળી રહ્યો છે. એવામાં આ ખાસ મૌકા પર સારા અલી ખાનની અમુક પહેલાની તસ્વીરો દેખાડીશું જેને જોઈને તમને વિશ્વાશ જ નહિ આવે.

Image Source

બોલીવુડના અભિનેતા અને પટૌડી ખાનદાનના નવાબ સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને સુશાંત સિંહ સાથે ફિલ્મ કેદારનાથથી ડેબ્યુ કર્યું હતું. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી પણ સારા અલી ખાન દર્શકોનું દિલ જીતવામાં કામિયાબ રહી હતી.

Image Source

જેના પછી સારા ફિલ્મ સિમ્બામાં અભિનેતા રણવીર સિંહની સાથે જોવા મળી હતી. ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું હતું. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી અને અને સારાનો અલગ અંદાજ પણ દર્શકોને પસંદ આવ્યો હતો.

Image Source

એવામાં હવે સારા કાર્તિક આર્યન સાથે લવ આજ કલ-2 અને વરુણ ધવન સાથેની ફિલ્મ ફૂલી નંબર-1 માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવન કરી રહ્યા છે. આ ફિલ્મ સાથે જોડાયેલી અમુક તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી છે.

Image Source

ફિલ્મોની સાથે સાથે સારા સોશીયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાના પરિવાર સાથેની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે, સારાની તસ્વીરો સામે આવા જ ધડાધડ વાયરલ થઇ જાય છે.

Image Source

જણાવી દઈએ કે અમુક સમય પહેલા સારા કાર્તિક આર્યન સાથેના રિલેશનને લીધે પણ ચર્ચામાં રહી ચુકી છે. જો કે પછી એ પણ ખબર આવી હતી કે બંન્ને પોતાની કારકિર્દી પર ધ્યાન આપવા માગે છે અને અલગ થઇ જવાનો નિર્ણય લીધો છે. જો કે બંન્નેએ આ બાબત પર કોઈ વાત કરી નથી.

Image Source

ખુબ ઓછા સમયમાં સારાના ઇન્સ્ટાગ્રામ પર 17 મિલિયન ફોલોઅર્સ બની ગયા છે. આ સિવાય તે પોતે પણ 68 લોકોને ફોલો કરે છે. એકાઉન્ટ પર સારાની છેલ્લી પોસ્ટ પોતાની આવનારી ફિલ્મ લવ આજ કલ-2 નું પોસ્ટર છે અને ફિલ્મના ટ્રેલરનો વિડીયો પણ છે.

ફિલ્મમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યનની જોડી ઉપરાંત કાર્તિકની વધુ એક જોડી આરૂષિ શર્માની સાથે દર્શાવવામાં આવી છે. બે અલગ અલગ જનરેશનની કહાણીને નિર્દેશક ઈમ્તિયાઝ અલીએ નવા ચહેરાની સાથે રજૂ કરી છે.

ઈમ્તિયાઝ અલીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ લવ આજ કલનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. કાર્તિક આર્યન અને સારા અલી ખાનની રોમેન્ટિક કેમેસ્ટ્રીન ટ્રેલરમાં જોવા મળી રહી છે. આ મુવી આ વર્ષે વેલેન્ટાઈન્સ ડેના દિવસે રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર શાનદાર છે. અને તેન ફેન્સનો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે.